મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા ‘ફ્લોપ’

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી સફળતા મળી રહી છે અને કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. જનતાએ ભાજપને જનાદેશ આપીને પાંચ વર્ષ સુધી શાસન સોંપવાનું નક્કી કર્યુ છે. આ ચૂંટણી ભારતના ઈતિહાસમાં સૌથી રોમાંચક ચૂંટણી ગણી શકાય કારણ કે ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષો એકસાથે આવી ગયા અને છેલ્લે સુધી એક ત્રીજા મોરચાની સરકાર રચાઈ તેવું પણ જણાઈ રહ્યું હતું.

મોદી અને શાહની જોડીને રોકવા માટે અને સત્તા તેમના હાથોમાંથી છીનવી લેવા માટે વિપક્ષોએ એક એક કરીને 20 હથિયારો અજમાવ્યા પણ તેઓ સફળ રહ્યાં નહીં અને મોદી-શાહનો જાદૂ ચાલ્યો અને જનતાએ પણ મોદી સરકારને ફરીથી જનાદેશ આપ્યો. 20 હથિયારોની વાત કરીએ તો તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે જેના દ્વારા મોદી-શાહનો વિજય રથ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

READ  નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળવાની સાથે જ નિર્મલા સીતારમણે લીધો મોટો નિર્ણય, આ કારણથી ઈન્કમ ટેક્ષ વિભાગના 12 વરિષ્ઠ અધિકારીઓને કરી દીધા નિવૃત


1. રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સોંપીને યુવા નેતુત્વનો પ્રયાસ
2. ચોકીદાર ચોર હૈ નારો આપીને ભ્રષ્ટાચારનો મોદી સરકાર સામે વિપક્ષનો આરોપ
3. પ્રધાનમંત્રીને ફેંકુ કહીને તેમની વિરુદ્ધમાં જોર-શોરથી પ્રચાર
4. પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે ઉતારી અને અંત સુધી પ્રચાર કરાવીને તેમણે ચૂંટણી ન લડાવી.


5. હિન્દુ આતંકવાદનો મુદ્દો ઉછાળવામાં આવ્યો અને વિચારધારાની લડાઈનો મુદ્દો ઉઠાવાયો
6. રાજશાહીનો મુદ્દો ઉઠાવીને કોઈ એક જ માણસ શાસન કરી રહ્યો છે તેવું ખપાવવાનો પ્રયાસ
7. ઈવીએમને લઈને આરોપ મુકવામાં આવ્યો અને સરકાર સામે વિપક્ષોએ મોરચો ખોલી દીધો.

8. રાફેલ મુદ્દાને લઈને સતત ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદી પર વિપક્ષે પોતાની સભાઓમાં પ્રહાર કર્યો.
9. બેરોજગારીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને 45 વર્ષમાં સૌથી ઓછી રોજગારી મળી તેવું જાહેરસભાઓમાં કહેવાયું છતાય ફ્લોપ
10. ભાજપ સરકાર માત્ર અદાણી અને અંબાણીની જ સરકાર છે તેવા આરોપ સાથે પ્રચાર પણ થયો ફ્લોપ.
11. કોંગ્રેસે દેશની જનતાને ન્યાય યોજનાના નામે 72 હજાર રુપિયા આપવાની વાત કરી પણ જનતાએ તે પણ ના સ્વીકારી.

READ  VIDEO: ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી પર જીતુ વાઘાણીએ PM મોદીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી અને કહી આ વાત


12. ભાજપ અને મોદી સામે મહાગઠબંધનની રચના થઈ પણ તે વધારે કશું કરી શક્યું નહીં.
13. માયાવતી અને અખિલેશની જોડીએ ભરપૂર પ્રયાસો કર્યા પણ ઉત્તર પ્રદેશ સર કરી શક્યા નહીં.
14. પશ્ચિમ બંગાળમાં જય શ્રી રામના મુદ્દાને લઈને ખાસ્સો વિરોધ થયો પણ ભાજપે ત્યાં પણ સેંધમારી કરી દીધી.
15. ટીએમસી પાર્ટીના દ્વારા પણ ભાજપના રથને રોકવાનો પ્રયત્ન થયો અને તેમાં હિંસા પણ થઈ છતાં ભાજપે જનાદેશ મેળવ્યો.
16. ભાજપના નેતાઓની રેલી રોકો અભિયાનને ચલાવવામાં આવ્યું પણ તે ફ્લોપ થઈ ગયું.
17. દેશમાં ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેના લીધે માર પડશે પણ તેવું લાગી રહ્યું હતું. તે વાત ખોટી પડી.
18. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પોતાના પ્રચારમાં ઉણા ઉતર્યા.
19. નોટબંધીને મુદ્દે ભારે પ્રચાર કરવાનો પ્રયત્ન વિપક્ષે કર્યો પણ તે ફ્લોપ રહ્યો અને મતદાતાઓ તેની દરકાર કરી નહીં.

READ  રાજકારણમાં પ્રવેશતા જ પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરવાનું શરૂ, પ્રિયંકાના કપડાં પર ભાજપના સાંસદે કરી વિવાદસ્પદ ટિપ્પણી


20. દેશમાં રાષ્ટ્રવાદને મુદ્દે પણ બંને પાર્ટીઓએ એકબીજા પર પ્રહારો કર્યા જેમાં ભાજપનો રાષ્ટ્રવાદ નકલી છે તેવું કહેવામાં આવ્યું પણ મતદાતાઓ પર આ મુદ્દે પણ ખાસ્સી અસર પડી શકી નહીં.

આમ એક પછી એક વિપક્ષો દ્વારા હથિયાર કાઢવામાં અને મોદી-શાહની જોડીને રોકવાનો પ્રયત્ન કરાયો પણ આ 20 મુદ્દાઓ પર જનતાએ વિપક્ષની દરકાર કરી નહીં અને ભાજપને જનાદેશ આપ્યો.

 

Tv9 Exclusive: CCTV footage of BRTS bus accident that killed 2 youths near Panjarapole earlier today

FB Comments