OPT મોડેલ શું છે? ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે આ મોડેલના આધારે સત્તા પર આવવાનો ચક્રવ્યૂહ ઘડ્યો છે

લોકસભાની ચૂંટણી જીતવા માટે જાતિય સમીકરણોના આધારે ટિકીટની ફાળવણી પાર્ટીઓ કરી રહી છે. ગુજરાતમાં એક OPT મોડેલ શબ્દ વાપરવામાં આવે છે જે પાર્ટીઓનો જીતનો આધાર બનશે.

ગુજરાતમાં જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ પોતાની રીતે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. જાતિય સમીકરણોના આધારે પણ ટિકીટની ફાળવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એક OPT ફોર્મુયલા નક્કી કરવામાં આવ્યો છે. જેનો અર્થ ઓબીસી, પાટીદાર અને ટ્રાઈબલ થાય છે.

READ  સોનગઢમાં PM મોદીના કોંગ્રેસ પર પ્રહારો, કહ્યું કે 'દેશના ટૂકડા થાય તેવા વાયદાઓ કોંગ્રેસે કર્યા'

 

 

ટૂંકમાં ગુજરાતમાં જે પાર્ટીને પાટીદાર, ઓબીસી અને ટ્રાઈબલના વોટ મળશે તે જીત મેળવશે. આમ આ મોડેલના આધારે આ વખતે ટિકીટની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાતમાં ખામ થીયરી પણ ખાસ્સી સત્તા મેળવવા માટે ઉપયોગમાં લેવાઈ હતી જેમાં ક્ષત્રિય, આદિવાસી, હરીજન અને મુસ્લિમોનો સમાવેશ થતો. આ થીયરીએ પણ ગુજરાતમાં સરકારોને 10 વર્ષ સુધી સત્તામાં રાખી છે.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..
Oops, something went wrong.
FB Comments