કેળાની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી, જુઓ VIDEO

ખેડૂત મિત્રો આપણે વાત કરીએ એવા ધરતીપુત્રની જેમનાં ગામમાં સૌ વરસાદ આધારિત ખેતી કરતા હતા. બારે માસ ખેતી કરવા માટે તેમણે ગામમાં ચેકડેમ બનાવ્યો તેની સિંચાઇ દ્વારા તે બાગાયત ખેતી કરવા લગ્યા અને સમય જતા આ પ્રગતિશીલ ખેડૂત ગાય આધારિત ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા. ગાય આધારિત ખેતી કરી અત્યારે તે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને વધુ સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

READ  દારૂ પીધા બાદ ડ્રાઈવિંગઃ છોટાઉદેપુરમાં ST બસના ડ્રાઈવર અને કંડક્ટર નશાની હાલતમાં હોવાનો મુસાફરોએ કર્યો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉપલેટાનાં ડુમિયાની ગામનાં ધરતીપુત્ર બટુક ગજેરાને વારસામાં મળી છે. તેઓ છેલ્લા પાચ વર્ષથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. કેળનું એકવાર વાવેતર કરવામાં આવે તો એ 3 થી 4 વર્ષ સુધી ખેડૂતને લાભ આપે છે. કેળમાંથી મળતા પીલામાંથી કેળનું સતત વાવેતર કરી શકાય છે. તેમણે પોતાની 14 એકર જમીનમાં કેળાની G-9 જાતનું વાવેતર કર્યું છે. તેમણે પ્રતિ એકર 1800 જેટલા કેળાના રોપાનું વાવેતર કર્યું હતું. અત્યારે ગાય આધારિત ખેતી અને છાણીયા ખાતરને કારણે તેમની જમીનમાં અળસિયા પણ વિપુલ પ્રમાણમાં છે. તેઓ ગૌમુત્રમાંથી જીવામૃત બનાવીને ડ્રિપ ઇરીગેશન દ્વારા આપે છે.

READ  ગુજરાતની કઈ APMCમાં ઘઉં વેચાયા સૌથી મોંધા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો: ભાવનગરની મહુવા APMCમાં ઘઉંના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments