પોતે મોદીએ પણ નહોતી છપાવી પોતાના લગ્નની આવી કંકોત્રી કે જેવી સુરતના એક ગુજરાતી પરિવારે મોદીને લઈને છપાવી નાખી, બૅંડ બાજા અને મોદી

સામાન્ય રીતે લગ્નમાં ગિફ્ટ આપવાની વાત ઇન્વિટેશન કાર્ડ કે કંકોત્રીમાં લખવામાં નથી આવતી.

કંકોત્રીમાં તો માત્ર વર અને કન્યાના નામ, તેમના માતા-પિતા તથા પરિવારજનોના નામ અને લગ્ન, રિસેપ્શન વગેરેની માહિતી હોય છે.

પરંતુ ઉપરોક્ત કંકોત્રીમાં આપ જોઈ શકો છો કે વર પક્ષે ખુલ્લેઆમ લોકોને ગિફ્ટ આપવાની વાત કહી છે.

જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ-તેમ દેશમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે. રાજકીય પક્ષોના નેતાઓએ રેલીઓ અને જનસંપર્ક ઝુંબેશો શરુ કરી દિધી છે, તો બીજી બાજુ સમર્થકો દ્વારા પોતાના નેતાને વોટ કરવાની ખબરો પણ સોશિયલ મીડિયામાં બહુ શૅર થઈ રહી છે.

આ પણ વાંચો : 6થી 14 જાન્યુઆરી વચ્ચે આપે લોકો પાસે માંગવા પડી શકે પૈસા ઉછીનાં, કારણ કે

દરમિયાન લગ્નની એક એવી જ કંકોત્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. સામાન્ય રીતે કંકોત્રીમાં મહેમાનો પાસે ગિફ્ટ આપવાની વાત નથી કહેવામાં આવતી, પરંતુ આ કંકોત્રીમાં ખુલ્લેઆમ લોકો પાસે ગિફ્ટ માંગવામાં આવી છે.

આ પણ વાંચો : દાઉદ ઇબ્રાહીમથી પણ ખતરનાક અપરાધી બંધ છે દેશની એક જેલમાં, જેલમાંથી કરાવે છે લોકોનું કિડનૅપિંગ, પછી જેલમાં જ ઉતારે છે તેમની ચામડી

વર પક્ષની આ કંકોત્રીમાં ગિફ્ટ તરીકે 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં વોટ આપવા માટેની અપીલ કરાઈ છે.

આ કંકોત્રી સુરતના જયસિંઘાનિયા પરિવારે છપાવી હતી. ગત 1 જાન્યુઆરીએ થયેલા લગ્નની આ કંકોત્રીના અંતે લખ્યું છે, ‘Our Gift is your Vote for Modi in 2019 Loksabha Elections’.

સોશિયલ મીડિયા પર આવી જ વધુ એક કંકોત્રી પણ બહુ શૅર કરાઈ છે. આ કંકોત્રી કર્ણાટકના મેંગલુરૂના અત્તવાર પરિવારે છપાવી છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

આગામી 10 ફેબ્રુઆરીએ થનાર પુત્રના લગ્ન માટેની આ કંકોત્રીમાં પણ અંતે એવી જ ગિફ્ટ માંગવામાં આવી છે કે જેવી સુરતના રાજસિંઘાનિયા પરિવારની કંકોત્રીમાં લખાયું છે, ‘Our Gift is your Vote for Modi in 2019 Loksabha Elections’.

આ પણ વાંચો : 5 જાન્યુઆરીએ 5 રાશિઓ પર શનિ મહારાજ કરી શકે છે ઍટૅક, શું આ 5 રાશિઓમાં આપની રાશિ પણ છે ? બચવા માટે વાંચો ઉપાયો

આપને જણાવી દઇએ કે આ અગાઉ પણ કેટલીક એવી કંકોત્રીઓ વાયરલ થઈ હતી કે જેમના પર પીએમ મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યો, યોજનાઓ અને વિકાસ કાર્યોનો ઉલ્લેખ હતો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Science exhibition organized to develop interest of students in Science & other subjects

FB Comments

Hits: 4716

Comments are closed, but trackbacks and pingbacks are open.