વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ

વિકાસનું મોડેલ ગણાતા ગુજરાતમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યાના ચોંકવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં હાલ 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણથી પીડાતો હોવાનો ખુલાસો થયો છે. વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં કુપોષણ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નોમાં આ વાતનો ખુલાસો થયો છે. રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવા છતાં તેનું નક્કર પરિણામ મળતું નથી.

આ પણ વાંચોઃ VIDEO: જૂનાગઢ, અમરેલી અને ધાનેરા સહિત ગુજરાતની આ 10 પાલિકામાં ભાજપનો વિજય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ VIDEO

 

વર્ષ 2018માં 1 લાખ 5 હજાર 938 બાળકો કુપોષિત હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. આમ લગભગ 17 મહિનામાં રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 36 હજાર 204નો વધારો થયો છે. આ બાળકો પૈકી અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24,101 છે. જ્યારે સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા દાહોદ જિલ્લામાં 14,991 છે. જ્યારે નર્મદા જિલ્લામાં 12,673 બાળકો કુપોષણનો શિકાર છે. નોંધનીય છે કે કુપોષિત બાળકોની સંખ્યામાં ઓછા વજન વાળા બાળકોની સંખ્યા 1 લાખ 18 હજાર 41 છે. જ્યારે અતિ ઓછા વજનવાળા બાળકો 24,101 નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આવતીકાલે દુર્લભ સૂર્યગ્રહણ, રાજ્યમાં આ જગ્યાએ સૌથી પહેલા દેખાશે

તો કુપોષણ પર લાંબી ચર્ચા પર મુખ્યપ્રધાને ગૃહમાં નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં કુપોષણ દૂર થાય અને મજબૂત સમાજ બને એ જરૂરી છે. જેને ઝુંબેશને રીતે ચલાવવી જોઈએ. ગુજરાતને કુપોષણ મુક્ત કરવુ જરૂરી છે અને આ માટે શૈલેષ પરમાર, નિરંજન પટેલના સૂચન આવકાર્ય છે. જેને સરકાર ચોક્કસથી ધ્યાનમાં લેશે તેવુ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

READ  અમદાવાદમાં મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી, સમગ્ર શહેરમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો, જુઓ VIDEO

[yop_poll id=”1″]

FB Comments