ભારતમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 24 હજાર પોઝિટિવ કેસ

over-24000-covid-19-cases-in-india-in-24-hours-for-first-time jano chhela 24 kalak ma ketla corona case nondhaya teni vigat
તસ્વીર પ્રતિકાત્મક છે.

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ કોરોનાના પોઝિટિવ કેસમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવતા કોરોનાના કેસના આંકડાઓ પ્રતિદિવસ કોઈને કોઈ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સરકારે માહિતી આપી તે મુજબ કોરોના વાઈરસના 24,850 નવા કેસ નોંધાયા છે. આ અત્યારસુધીમાં એક દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસમાં નવો રેકોર્ડ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સચિન તેંડુલકરે આપ્યો જવાબ કે કયો ખેલાડી તેને સૌથી વધારે પસંદ છે!

coronavirusover-24000-covid-19-cases-in-india-in-24-hours-for-first-time-india-death-number-world-pandemic-hot-spots-covid-19-outbreak

આ પણ વાંચો :   દિલ્હી: વિશ્વનું સૌથી મોટુ કોવિડ સેન્ટર શરૂ, ઉપરાજ્યપાલે કર્યુ ઉદ્ઘાટન

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6,73,165 થઈ ગઈ છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 613 લોકોના મોત થયા છે. જો કે રાહતની વાત એ પણ છે કે કોરોના વાઈરસના સંક્રમણમાંથી 4,09,083 લોકો સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યાં છે. જ્યારે કોરોના વાઈરસના લીધે દેશમાં કુલ મોતની સંખ્યા 19,268 થઈ છે.

READ  VIDEO: સુરત શહેરમાં 2 ઈંચ, ઉમરપાડામાં 6 ઈંચ અને માંગરોળમાં 5 ઈંચ વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોરોના ટેસ્ટ માટે દેશમાં 1,087 ટેસ્ટિંગ લેબ કાર્યરત છે 

India’s first mobile lab forpromote last mile testing access in rural India.

દેશમાં કોરોના વાઈરસ સામેની લડાઈમાં આક્રમકતાથી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં 1087 લેબમાં કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ લેબમાં 780 સરકારી લેબ છે જ્યારે 307 ખાનગી લેબ છે. પ્રતિદિવસ જે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે તેની સંખ્યામાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કાળો કરે છે અને શનિવારના રોજ 7,074 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આમ ફક્ત મહારાષ્ટ્રમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2 લાખના આંકને પાર પહોંચી ગઈ છે.

READ  આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને કેબિનેટની બેઠક, અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ મુદ્દે થશે ચર્ચા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.

 

 

 

FB Comments