VIDEO: ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ, ચુંટણીના એફીડેવીટ અને આઇટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો

ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરા વિભાગે નોટિસ ફટકારી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચુંટણીના એફીડેવીટમાં આ ધારાસભ્યોએ જે આવક દર્શાવી હતી. તેની સામે તાજેતરમાં રજુ કરવામાં આવેલાં આઇ.ટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: આતંકીઓનો આકા હાફિઝ સઈદ પોલીસના સકંજામાં, પાકિસ્તાનના લાહોરથી થઈ ધરપકડ, જુઓ VIDEO

ધારાસભ્યોની આવકના હિસાબમાં તફાવત જોવા મળતાં આવકવેરા વિભાગે કાર્યવાહી કરી છે. અને તમામ ધારાસભ્યોને નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. જોકે આ મામલે ધારાસભ્યોને પુછતા તેઓએ અલગ અલગ પ્રતિક્રીયા આપી હતી. કોઇ ધારાસભ્યએ નોટિસ ન મળ્યાની વાત કરી તો કોઇએ યોગ્ય જવાબ રજુ કરવાનુ જણાવ્યું હતુ.

READ  BJP Cabinet Reshuffle: 6 Gujarat MPs likely to be inducted - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments