પ્રિયંકા ગાંધીને હેલમેટ વગર સવારી પડી ભારે, વાહનમાલિકને ફટકાર્યો અધધ દંડ

owner-of-two-wheeler-that-priyanka-gandhi-sped-in-lucknow-challaned

પ્રિયંકા ગાંધીએ હેલમેટ વગર સવારી કરવી ભારે પડી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને શનિવારે સ્કૂટર પર લઈ જનાર કોંગ્રેસના નેતાનો મેમો ફાટ્યો છે. લખનઉ પોલીસે હેલ્મેટ ન પહેરવાને કારણે 6 હજાર 100 રૂપિયાનો મેમો ફટકાર્યો છે.

Image result for priyanka gandhi challan

 આ પણ વાંચોઃ FLASHBACK 2019: દેશની આ 10 પ્રસિદ્ધ વ્યક્તિઓએ દુનિયાને કહી અલવિદા

હકીકતમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શન મામલામાં ધકપકડ કરાયેલા સેવાનિવૃત આઈપીએસ ઓફિસર એસ.આર. દારાપુરીના પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે શનિવારે પ્રિયંકા ગાંધી પાર્ટી ઓફિસથી નિકળ્યા હતા. પરંતુ લોહિયા ચાર રસ્તા પર તેમનો રોકવામાં આવ્યા હતા. બાદમાં તે નેતાના ટૂ-વ્હિલર પર નિકળ્યા હતા. આ દરમિયાન ન તો કોંગ્રેસ કાર્યકર્તા અને ન તો પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ પહેર્યું હતું.

READ  કોંગ્રેસના દિગ્ગજોને ધૂળ ચટાડવા ભાજપ મેદાનમાં ઉતારશે આ 3 ખેલાડીઓને

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ લખનઉ પોલીસે 6100 રૂપિયાનો મેમો ફાડ્યો છે. જેમાં ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાના કારણે 2 હજાર 500 રૂપિયા, હેલમેટ નહીં પહેરતા 500 રૂપિયા, ટ્રાફિકનો નિયમ ભંગ કરવાના 300 રૂપિયા, ખરાબ નંબર પ્લેટના 300 રૂપિયા અને ખોટી રીતે વાહન ચલાવવાનો 2 હજાર 500નો દંડ ફટકાર્યો છે.

READ  VIDEO : વિવાદિત જમીન પર નમાઝ અદા નહિ થાય : VHP


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments