પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા

oxygen-parlour-opened-at-nashik-railway-station-to-combat-the-air-pollution

દિલ્હીના પ્રદૂષણ બાદ સુપ્રીમ કોર્ટે પણ આકરી ટિપ્પણી કરી હતી. દિલ્હી અને મુંબઈ જેવા શહેરોમાં પ્રદૂષણને લઈને લોકો ફરિયાદ કરતા જ હોય છે. રેલવેએ આ પ્રદૂષણને લઈને એક નવતર પ્રયોગ કર્યો છે. ભારતીય રેલવેના ઓફિશીયલ ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તમને કોઈ કહે કે ચલો આપણે આજે રેલવે સ્ટેશન પર જઈને તાજી હવા લઈએ તો માનવામાં આવી શકે? હા આ સાચી વાત છે, મહારાષ્ટ્રના નાસિક રેલવે સ્ટેશન ખાતે એરો ગાર્ડ દ્વારા ઓક્સીજન પાર્લરની શરુઆત કરવામાં આવી છે. આ પાર્લર દ્વારા યાત્રીઓ હવે શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકશે.

READ  50 લાખ સુરતી લાલાઓ માટે ખુશખબર : 113 વર્ષ જૂની આ ટ્રેનનો થવા જઈ રહ્યો છે નવો શણગાર, WEEKEND SPECIAL તરીકે શરુ થયેલી આ ટ્રેનને બે વખત નડી WORLD WAR, જાણો તેનો રસપ્રદ ઇતિહાસ

આ પણ વાંચો :   ગાંધીનગરમાં નકલી ઘીનો અસલી કારોબાર! નકલી ઘીનું ઝડપાયું કારખાનું, જુઓ VIDEO

કેવી રીતે કામ કરે છે આ ઓક્સિજન પાર્લર?

READ  વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, દિલ્હી સ્થિત CRPF હેડક્વાર્ટર કરાયું સીલ

એરો ગાર્ડના કો-ફાઉન્ડરે એક ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં જણાવ્યું કે ઓક્સીજન પાર્લર NASAના અભિગમ દ્વારા શરુઆત કરવામાં આવી છે. નાસા કંપનીએ 1989માં એક રિચર્સ કર્યું હતું અને તેમાં એવા છોડની ઓળખ કરવામાં આવી જે પ્રદૂષણને સૌથી વધારે શોષી શકે છે. પ્રદૂષણ ફેલાવતા જે પાંચ મોટા તત્વો છે તેને શોષવા માટે આ છોડ ઉપયોગી છે અને તે છોડ રેલવે સ્ટેશન પર ઓક્સીજન પાર્લરમાં લગાવવામાં આવ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  આકાશમાં હવે રાજ કરશે ભારત, અંબાલા એરબેઝ પર તૈનાત થશે 5 રાફેલ વિમાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

1500 જેટલાં છોડને રેલવે સ્ટેશન પર લગાવવામાં આવ્યા છે જે પ્રદૂષણ ઘટાડવામાં સક્ષમ છે. તેઓનો ધ્યેય છે કે આ માત્ર રેલવે સ્ટેશન સુધી જ મર્યાદિત ના રહે અને લોકો આ છોડને ઘરે પણ વાવે. આમ દેશભરમાં પ્રદૂષણને ઓછું કરી શકાય. સારા અવસર પર આ છોડને લોકોને ગિફ્ટમાં પણ આપી શકાય છે.

 

Oops, something went wrong.
FB Comments