જેલની બહાર આવતા જ એક્શનમાં ચિદમ્બરમ, ડુંગળીના ભાવ પર નાણાપ્રધાન પર સાધ્યું નિશાન

p chidambaram protest on onion price parliament attacks nirmala sitharaman jail ni bahar aavta j action ma chidambaram dungali na bhav par nirmala sitharaman par sadhyu nishan

ડુંગળીની કિંમતોને લઈ દેશમાં હાહાકાર મચ્યો છે પણ નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે તે ડુંગળી નથી ખાતા, તેથી તેમને ફરક પડતો નથી. નાણામંત્રીના આ નિવેદન પર રાજકીય ઘમાસાણ છેડાઈ ગયુ છે અને 106 દિવસ પછી જેલની બહાર આવેલા પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમે તેમના પર હુમલો કર્યો. પી.ચિદમ્બરમે કહ્યું કે જે સરકાર ઓછી ડુંગળી ખાવાનું કહે છે તેને દૂર જવું જોઈએ.

READ  VIDEO: શું ડુંગળી રડાવશે? ડુંગળીના ભાવ થયા બમણાં

प्याज की कीमतों पर कांग्रेस का हल्ला बोल

 

સંસદ ભવન પહોંચેલા પી.ચિદમ્બરમે કહ્યું કે જે સરકાર લોકોને ઓછી ડૂંગળી અને લસણ ખાવાની સલાહ આપે છે, તે દૂર થવું જોઈએ. અર્થવ્યવસ્થાના મામલે આ સરકાર પુરી રીતે નિષ્ફળ રહી છે. સંસદ ભવનના પરિસરમાં કોંગ્રેસ પાર્ટીએ પ્રદર્શન કર્યુ, આ પ્રદર્શનમાં પી.ચિદમ્બરમે પણ ભાગ લીધો અને સરકાર પર પ્રહાર કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કયા કાયદા હેઠળ પી. ચિદમ્બરમને બનાવવામાં આવ્યા આરોપી, કેટલી સજાની છે જોગવાઈ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

INX મીડિયા મામલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા પછી પી.ચિદમ્બરમ જેલમાંથી બહાર આવ્યા છે. 106 દિવસ પછી જેલમાંથી બહાર આવેલા પી.ચિદમ્બરમ રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે દેશના ઘણા શહેરોમાં ડુંગળીના ભાવ 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે.

READ  INX મીડિયા કેસ: પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, 2 લાખના બોન્ડ પર મળ્યા જામીન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments