• March 22, 2019

PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા જેલમુક્ત, જાણો જેલ બહાર નીકળતાં જ શું કહ્યું અલ્પેશે?

અલ્પેશ કથીરિયાના જેલમુક્તિ બાદ જેલ બહારથી જ શરૂ થઈ સંકલ્પયાત્રા

આશરે ત્રણ મહિનાના જેલવાસ બાદ પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ થઇ છે. વિવિધ ત્રણ કેસોમાં અલ્પેશ કથીરિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જેના પગલે આજે સુરતની લાજપોર જેલમાંથી અલ્પેશ કથીરિયા બહાર આવી ગયા છે. હાર્દિક પટેલની સાથે પાસના કાર્યકર્તાઓ સહિત જેલની બહાર સ્વાગત માટે એકઠા થયા હતા.

જુઓ વીડિયો:

પાસ કન્વીનર ધાર્મિક માલવિયા કોર્ટ દ્વારા આપવામાં આવેલું બીડું લઇને લાજપોર જેલ પહોંચ્યા હતા. અલ્પેશની જેલમુક્તિ બાદ જેલથી જ સંકલ્પયાત્રા શરૂ કરવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા ઉધના દરવાજાથી જ સંકલ્પયાત્રાની શરૂઆત કરવાની મંજૂરી આપવામાં આવી. સાથે સાથે મોટી સંખ્યામાં પાટીદારો એકઠાં થાય અને કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવામાં આવ્યા છે. સંકલ્પ યાત્રા સુરતથી કાગવડ ખોડલધામ અને ત્યારબાદ ઊંઝા ઉમિયાધામ પહોંચીને સંકલ્પ યાત્રાનો પૂર્ણ થશે

જુઓ વીડિયો:

અલ્પેશ કથીરિયા પર રાજદ્રોહનો આરોપ હતો અને જામીન પર તે જેલ બહાર છે. ત્રણ મહિના બાદ અલ્પેશ કથીરિયા જેલ બહાર આવ્યો હોવાથી સુરતમાં તેના સ્વાગતની તડામાર તૈયારીઓ કરવામાં આવી. તો અલ્પેશ કથીરિયાના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે શેરીમાં તે રહે છે તે શેરીને લાઈટિંગથી શણગારવામાં આવી છે.

જુઓ વીડિયો:

કથીરિયાને જેલમુક્ત કરાતા તેના માતા પિતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. અલ્પેશના માતાપિતાએ તેના માટે ભાવતા ભોજન બનાવ્યા છે. તો કથીરિયાને આવકારવા માટે તેના ઘર બહાર વેલકમ ગબ્બરના નામે રંગોળી દોરવામાં આવી છે.

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા જેલમુક્ત
ત્રણ મહિના બાદ થઈ જેલમુક્તિ
જેલ બહાર પરિવાજનોએ કર્યું ભવ્ય સ્વાગત
મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પહોંચ્યા લાજપોર જેલ
જેલ બહારથી જ શરૂ થઈ સંકલ્પયાત્રા
સંકલ્પયાત્રાના રૂટ પર ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત
અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની ખુશી
કથીરિયાના ઘરે દિવાળી જેવો માહોલ
અલ્પેશને આવકારવા પરિવારજનોમાં આતુરતા
વેલકમ ગબ્બરના નામે રંગોળી દોરવામાં આવી
લાજપોર જેલ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

[yop_poll id=167]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments

Hits: 627

TV9 Web Desk3

Read Previous

ઈશા અંબાણીના પ્રી- વેડિંગ ફંકશનમાં બૉલિવૂડથી લઈ રાજકીય નેતાઓ પહોંચ્યા, જુઓ મહેમાનોની EXCLUSIVE તસવીરો

Read Next

અવાજ કરતા LKGના બાળકોના મોંઢા પર એક શિક્ષકે લગાવી ટેપ, વીડિયો થયો વાઈરલ

WhatsApp chat