શું ઈમરાન ખાનની PM પદની ખુરશી જશે? પાકિસ્તાનમાં કંઈક આવી છે પરિસ્થિતિ

પાકિસ્તાનમાં ઈમરાન ખાનનો વિરોધ વધતો જાય છે. પાકિસ્તાનમાં સેના જ હાલ સર્વોપરી ગણવામાં આવે છે અને તેના પર સરકાર ચાલે છે. પાકિસ્તાની સેના ઈમરાન ખાનના કામથી નાખુશ છે કારણ કે કલમ 370ને લઈને ઈમરાન ખાન વિદેશોમાંથી સહાનુભૂતિ મેળવવામાં અસમક્ષ રહ્યાં છે. આમ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે 27 ઓક્ટોબર સુધી જ ઈમરાન ખાન પ્રધાનમંત્રી પદ પર રહી શકશે. આ બાદમાં સેના અન્ય વિકલ્પને લાવવાની તૈયારીમાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સાઉદી અરેબિયામાં તેલના કૂવા પર હુમલાની ઘટના બાદ ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ અને 80 રૂપિયાનું લિટર ડીઝલ

ઈમરાનને હટાવવા પાછળની વાતના આ કારણો છે.

1. ભારતે કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દીધો અને પાકિસ્તાન કશું કરી શક્યું નહીં.

2. ઈમરાન ખાને વિદેશોમાં અન્ય દેશોની પાસે ભારતનો વિરોધ કરવા માટે સમર્થન માગ્યું પણ મળ્યું નહીં. આ વાતને લઈને પાકિસ્તાની સેના અને ઈમરાન ખાન વચ્ચે તિરાડ પડી છે.

READ  પાકિસ્તાનના મંત્રીએ ટ્વિટ કરી સુષમા સ્વરાજના નિધન પર આપી શ્રધ્ધાંજલી

 

3. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કફોડી બની છે. લોકોની સામે અસહ મોંઘવારી છે જેનું નિરાકરણ ઈમરાન લાવી શક્યા નથી.

4. 2008માં ઈમરાન ખાને નવા પાકિસ્તાનનો નારો આપ્યો હતો તેને લઈને કોઈ જ કામ થઈ શક્યું નથી. નવા પાકિસ્તાનની વાત તો અલગ રહી પણ ઈમરાન ખાનના આવ્યા બાદ દેશની આર્થિક રીતે કમર તૂટી ગયી છે.

READ  જાણો કોણ છે, જેને હાથમાં ગીતા રાખીને સાંસદ તરીકેના શપથ લીધા હતા અને હવે લડશે અમેરિકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. લોકોમાં પણ ઈમરાન ખાનને લઈને ભારે રોષ છે. દેશમાં સફાઈ, બેરોજગારી, મોંઘવારીના મોટા પ્રશ્નો છે.

આમ આ બધા કારણોના લીધે પાકિસ્તાનમાં ઈમરાન ખાન એક વડાપ્રધાન તરીકે લાંબી પારી રમી શકશે નહીં તેવું લાગી રહ્યું છે.

 

 

Oops, something went wrong.

 

FB Comments