આશ્ચર્યજનક ખૂલાસો! ક્રિકેટમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાની ટીમનો આ સદસ્ય કરવા માગતો હતો આત્મહત્યા

ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ મુકાબલમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી હતી. આ ઘટનાને લઈ પાકિસ્તાનની આખી ટીમ ચિંતામાં આવી ગયી હતી. ભારતની ટીમને જેટલી પ્રસંશા મળી તેટલી જ આલોચના પાકિસ્તાનની ટીમની સોશિયલ મીડિયા પર થઈ હતી. આની લીધે પાકિસ્તાની ટીમનો આત્મવિશ્વાસ તૂટ્યો હતો. પાકની ટીમની સાઉથ આફ્રિકાની સામે જીત બાદ એક મોટો ખૂલાસો થયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન કેમેરા પર દુનિયાની સામે છોકરાએ છોકરીને કરી દીધુ Propose, છોકરીએ શું કર્યુ? જુઓ VIDEO

ભારતની સામે હાર પછી પાકિસ્તાનની ટીમના કોચ મિકી આર્થર પરેશાન થઈ ગયા. તેમની પરેશાની એટલી હદે વધી ગયી હતી કે તેઓ સુસાઈડ કરવા માગતા હતા. આ બાબતની જાણકારી તેમને પોતે જ જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ એ પ્રસંશકો માટે સૌથી મહત્ત્વનો મેચ ગણાય છે અને તેમાં જ નબળા પ્રદર્શન બાદ પાકિસ્તાનની ટીમના કોચને આત્મહત્યા કરવાનો વિચાર આવી ગયો હતો.

READ  VIDEO: આણંદમાં અમૂલ ડેરીની યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન પદે રામસિંહ પરમારની વરણી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકાને હરાવી દીધું હતું જેના લીધે ટીમના ભારોભાર વખાણ પણ થયા હતા. ભારત સામેની હારના લીધે પાકિસ્તાન ટીમમાં ચિંતા પ્રસરી ગયી હતી અને ખાસ કરીને કોચ એટલાં બધા ચિંતામાં આવી ગયા હતા કે તેઓ સ્યુસાઈડ કરવામાં માગતા હતા.

પાકિસ્તાની ટીમના કોચે કહ્યું કે વિશ્વ કપમાં ભારતની સામે હાર બાદ પાકિસ્તાનના ખેલાડીઓ થાકી ગયા હતા. બધા જ ખેલાડીઓ હાર પછી સોશિયલ મીડિયામાં ઝાટકણી, લોકોની પ્રતિક્રિયાના કારણે બહુ દુ:ખી થયા હતા. ઉમ્મીદ એવી છે કે અમારી આ સાઉથ આફ્રિકાની સામે જીતના લીધે હવે લોકો સારું લખશે અને પાકિસ્તાની ટીમે થોડા સમય માટે લોકોનું મોં બંધ કરાવી દીધું છે. ભારતની સામે હાર્યા બાદ હું સ્યુસાઈડ કરવા માગતો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમિત શાહ, PM મોદી અને RSS પર ટિપ્પણી કરવાને અંગે આ ઈતિહાસકારને નોટિસ

આમ પાકિસ્તાનની ટીમે સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ થોડી ચિંતામુક્ત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. આ પાકિસ્તાનની બીજી જીત છે. અગાઉ પાકિસ્તાનની ટીમે ઈંગ્લેન્ડને હરાવી દીધું હતું. આ જીત પાકિસ્તાન માટે એક આશાનું કિરણ છે જેના દ્વારા પાકિસ્તાની ટીમ સેમી-ફાઈનલ સુધી પહોંચી શકે છે.

 

Surat: Theft at grocery store caught on CCTV| TV9News

FB Comments