પાકિસ્તાનમાં હિંદુઓને મળ્યો 200 વર્ષ જૂના મંદિર પર અધિકાર, જાણો શું હતો વિવાદ?

Pakistan: 200-year old temple returned to Hindus

પાકિસ્તાનમાં બલૂચિસ્તાન ખાતે એક મંદિર ઘણાં સમયથી બંધ હતું તેને હિંદુ સમુદ્દાયને સોંપવામાં આવ્યું છે. પાકિસ્તાનની પ્રશાસન દ્વારા જાણકારી આપવામાં આવી કે મંદિર હિંદુઓને સોંપવામાં આવી રહ્યું છે અને ત્યાં રહેલી સ્કૂલને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Pakistan: 200-year old temple returned to Hindus

આ પણ વાંચો :  દિલ્હીમાં એગ્ઝિટ પોલ મુજબ AAP સરકાર તો ભાજપે આપ્યો આ જવાબ!

READ  કોર્ટથી નીકળશે શાહીનબાગનો રસ્તો? સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

70 વર્ષ બાદ આ મંદિર પાકિસ્તાન ખાતે હિંદુઓને સોંપવામાં આવ્યું છે. આ મંદિરને હિંદુઓને કાયદાકીય લડત બાદ મળ્યું છે. આ બાબતે બલૂચિસ્તાન હાઈકોર્ટમાં એક મામલો આવ્યો હતો. હાઈકોર્ટના જસ્ટિસ જમાલ ખાન દ્વારા આ મંદિર હિંદુ સમુદાયને સોંપવામાં આવે તેવો આદેશ કર્યો હતો. જે બાદ પ્રશાસને આ મંદિર હિંદુઓને સોંપવાનો નિર્ણય લીધો છે.  આ મંદિર 200 વર્ષ જૂનુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

READ  VIDEO: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસ પાકિસ્તાને કરી રદ્દ, અટારી સ્ટેશન પર અટવાયા 42 મુસાફરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય કોર્ટે મંદિરની હાલત ખરાબ છે તેનું સમારકામ કરવાની સલાહ આપી છે. સંબંધિત અધિકારીઓને આ અંગે સૂચના પણ આપવામાં આવી છે. પાકિસ્તાનના હિંદુઓ આ આદેશ બાદ ખૂશ છે કારણ કે 70 વર્ષ બાદ તેમને આ ધાર્મિક સ્થળ પરત મળ્યું છે. આ મંદિર જૂનું છે અને 30 વર્ષ પહેલાં અહીંયા એક સ્કૂલ બનાવી દેવાઈ હતી. જે બાદ વિવાદ વકર્યો હતો અને કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

READ  પાકિસ્તાન અને આતંક પર હવે થશે DOUBLE ATTACK, અમેરિકાએ ભારતને સૈન્ય કાર્યવાહી સહિત કોઈ પણ લડાઈમાં આપ્યો ખુલ્લો ટેકો

 

Oops, something went wrong.
FB Comments