પાકિસ્તાનની નવી ચાલ, ભારતીયોનું અપહરણ કરીને આ રીતે કરે છે બદનામ!

pakistan-afghanistan-through-taliban-against-india-and-raw-pakistan-aa-rite-kri-rhyu-chhe-bhartiy-ne-badnaam

પાકિસ્તાનની વધુ એક ચાલ ભારતને બદનામ કરવાની સામે આવી છે. ભારતના લાખો લોકો વિદેશોમાં કામ કરી રહ્યાં છે. પાકિસ્તાનની એજન્સીઓ ભારતના આવા લોકોનું અપહરણ કરીને તેને જાસૂસ સાબિત કરવાનો પ્રયાસ કરી રહી છે. 4 લોકોને આવી રીતે ભારતની એજન્સી દ્વારા છોડાવવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિધાનસભાના સત્ર અંગે કરી જાહેરાત, કોંગ્રેસ પર લગાવ્યા આ આક્ષેપ

દુનિયામાં ભારતની છબી ખરાબ સાબિત કરી શકાય અને ભારતના જાસૂસો દુનિયામાં ફેલાયેલા છે એવું સાબિત પાકિસ્તાન કરવા માગે છે. આ માટે અફઘાનિસ્તાન ખાતે કામ કરતાં ભારતના લોકોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે અને તેને જાસૂસ સાબિત કરવાનો પ્રયાસ પાકિસ્તાન કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં કામ કરતાં ચાર લોકો જે અલગ અલગ સંસ્થાઓમાં કામ કરતાં હતા તેને ઉઠાવવામાં આવ્યા હતા. બાદમાં તેની પૂછપરછ કરવામાં આવી અને એવો દબાવ બનાવવામાં આવ્યો કે તે ભારતના જાસૂસ છે.

READ  VIDEO: અમદાવાદના કાંકરિયામાં રાઈડ તૂટવાની ઘટના બાદ વિપક્ષ નેતાઓના આક્ષેપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતના એન્જિનીયર્સ મોટેભાગે સંસ્થાઓમાં કામ કરી રહ્યાં છે અને દેશ-વિદેશમાં ફેલાયેલા છે. દક્ષિણ ભારતથી સંબંધ રાખનારા 4 લોકોનું અફઘાનિસ્તાનમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તેમાં એકને કાબુલ, એકથી કંધારથી અને અન્ય બે લોકોને ભારતની એજન્સી દ્વારા ઈરાન-અફઘાન બોર્ડરથી છોડાવવામાં આવ્યા છે.

READ  અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ચાલી રહેલા મેળાની રાઈડમાં ફસાયા 40 લોકો, ફાયરબ્રિગેડે કર્યુ રેસ્ક્યુ ઓપરેશન, જુઓ PHOTOS

ભારતીય એજન્સીઓ આ ઘટના બાદ થઈ સક્રિય

અફઘાનિસ્તાનમાં કામ કરતાં ભારતના લોકોને પાકિસ્તાન દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાન દુનિયાને એવું બતાવવા ઈચ્છે કે ભારતના જાસૂસો પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની પકડ અફઘાનિસ્તાનમાંથી હોવાથી ભારતીયોને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે આવા કાવતરા રચાઈ શકે છે. આ તમામ ભારતીયો જે છોડાવવામાં આવ્યા છે તેની ભારતની કોઈ જ જાસૂસી સંસ્થા સાથે સંબંધ નથી અને તેની સુરક્ષાને લઈને દિલ્હી પરત લાવવામાં આવ્યા છે.

READ  'વાયુ' વાવાઝોડાનો VIDEO અમારા વોટ્સએપ નંબર પર શેર કરો, સાથે તમારો જિલ્લો અને સ્થળ પણ અમને જણાવો

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments