પાકિસ્તાનની અવળચંડાઈ, 30મે સુધી ભારતીય વિમાનો માટે કર્યો ‘એર-સ્પેસ’ બંધ

પુલવામામાં હુમલાને લઈને ભારતના કડક વલણ અને મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કર્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વણસ્યા છે. પાકિસ્તાને ચૂંટણીનું બહાનું ધરીને પાકિસ્તાનનો એર-સ્પેસ ભારત માટે બંધ કરી દીધો છે.

પાકિસ્તાને પોતાનો એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. બુધવારના રોજ કરાયેલી આ ધોષણા પાછળ ભારતમાં થઈ રહેલી ચૂંટણી માનવામાં આવી રહી છે. ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર-સ્ટ્રાઈક કરી હતી ત્યારબાદ પાકિસ્તાને ભારત માટે પોતાનો એર-સ્પેસ બંધ કરી દીધો હતો. 27 માર્ચે સ્થિતિ સુધરતા ફરીથી પાકિસ્તાને આ એર-સ્પેસને ભારતના વિમાનો માટે ખોલી દીધો હતો.

READ  અતનુ દાસ અને દીપીકા કુમારીની જોડીએ તીરંદાજીમાં જીત્યો કાંસ્ય પદક

બુધવારના રોજ પાકિસ્તાનના અધિકારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાન એર-સ્પેસ ભારતના વિમાનો માટે 30મે સુધી બંધ રાખવામાં આવશે. આ મામલે વિવિધ વિમાન કંપનીઓ અને તેના પાયલટોને નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. પાકિસ્તાને કહ્યું કે તમામ વિમાન કંપનીઓ અને પાયલટોએ આ આદેશનું પાલન કરવાનું રહેશે. અધિકારીઓએ કહ્યું કે આ એર-સ્પેસ ખોલવાના અંગે 30મેના રોજ નિર્ણય લેવામાં આવશે.

 

READ  જગવિખ્યાત બ્રાન્ડ 'લેક્મે' અને નેહરૂ વચ્ચે છે ખાસ સંબંધ, જાણો દેશના પ્રથમ વડાપ્રધાનની અવનવી વાતો

આમ પાકિસ્તાનેે ભારતના વિમાનો સરળતાથી વિદેશોમાં મુસાફરી ન કરી શકે તેવા ઉદ્દેશ્યો સાથે એર-સ્પેસને બંધ કરી દીધો છે. લાગી રહ્યું છે ચૂંટણી પત્યા પછી જ આ એર-સ્પેસને પાછો ખોલવામાં આવશે અને બાદમાં ભારતીય વિમાનો પાકિસ્તાનના એર-સ્પેસમાંથી પસાર થઈ શકશે.

 

Top News Stories From Gujarat: 18/2/2020| TV9News

FB Comments