પાકિસ્તાને ફરી ગુજરાતના 30 માછીમારોની કરી ધરપકડ

પાકિસ્તાન દરિયાઈ સુરક્ષા એજન્સીએ(PMSA) અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાની પાસે ગુજરાતના લગભગ 30 જેટલા માછીમારોની ધરપકડ કરી છે.

પોરબંદર સ્થિત ‘નેશનલ ફિશવર્કર્સ ફોરમ’ (NFF)ના સચિવ મનીષ લોધરીએ જણાવ્યું કે PMSAએ માછલી પકડવાની 6 નૌકાઓને પણ જપ્ત કરી છે. તેમને વધુમાં જણાવ્યું કે 6 નૌકાઓ પર સવાર 30 માછીમારોને PMASએ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા રેખા (IMBL)ની નજીકથી પાકિસ્તાનના સમુદ્રી ક્ષેત્રમાં માછલી પકડવાના આરોપમાં તેમની ધરપકડ કરી છે.

 

READ  Schools reopen after summer vacation, Ahmedabad - Tv9 Gujarati

તેમને હવે કરાચીના કિનારે લઈ જવામાં આવશે. આ બધી જ નૌકાઓ પોરબંદર બંદરગાહથી થોડા દિવસ પહેલા જ સમુદ્રમાં ઉતરી હતી. તેમને દાવો કર્યો છે કે પાકિસ્તાની એજન્સીઓ નિયમિત રીતે IMBLથી ભારતીય માછીમારોને પકડતી રહે છે.

 

Surat Nagar Prathmik Shikshan Samiti passed tender with high rate, oppn smells a scam | Tv9

FB Comments