શું PoKમાં ગઈકાલે રાત્રે કંઇક થયું ? શું ભારતીય વાયુસેનાના AIRCRAFTSએ LoC ક્રૉસ કરી કોઈ કાર્યવાહી કરી ?

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વચ્ચે બંને દેશોની સરહદોનું તાપમાન પણ વધેલું છે.

 

દરમિયાન પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (LoC)નો ભંગ કર્યો છે. જ્યારે પાકિસ્તાની વાયુસેનાએ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી, ત્યારે ભારતીય ઍરક્રાફ્ટ પરત ફરી ગયા.

મંગળવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વીટ કરી ભારત પર આ આરોપ લગાવ્યો છે. ભારત પર સરહદ ઓળંગવાનો આરોપ લગાવનાર ટ્વીટ બાદ ગફૂરે વધુ એક ટ્વીટ કર્યું અને લખ્યું, ‘ભારતીય વાયુસેનાએ મુઝફ્ફરાબાદ સેક્ટરમાંથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો. પાકિસ્તાની સેના દ્વારા સમયસર અસરકારક જવાબ આપવામાં આવ્ોય. મને માહિતી આપવામાં આવી છે કે ઘટનામાં કોઈ પણ જાતનું નુકસાન નથી થયું.’

READ  VIDEO: 2 પાકિસ્તાની યુગલ સાથે એવું તો શું થયુ કે રાજકોટ આવીને કર્યા લગ્ન!

જોકે ભારતીય વાયુસેના તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. નોંધનીય છે કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતના કડક વલણથી પાકિસ્તાન યુદ્ધ થવાની ભીતિથી ફફડાટ અનુભવી રહ્યું છે.

[yop_poll id=1812]

READ  પાકિસ્તાન પૂર્વ રાષ્ટ્રપતિનું નિવેદન, ઇમરાન ખાન અનુભવહીન નેતા છે અને તેમના એક પણ આંતરરાષ્ટ્રીય મિત્ર નથી

Corporator among 2 got stuck in Bhavnagar municipal corporation building's escalator, rescued later

FB Comments