મુકેશ અંબાણીએ પાકિસ્તાનને માર્યો એવો જોરદાર તમાચો કે દર-બ-દરની ઠોકર ખાવા મજબૂર થઈ ગયું PCB

પુલવામા આતંકી હુમલા બાદ ભારતની પ્રોડક્શન કંપની IMG RELIANCEએ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની બાકીની મૅચોના પ્રસારણમાંથી હાથ ખેંચી લીધો છે.

 

આઈએમજી રિલાયંસના આ નિર્ણયના કારણે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે, કારણ કે પીએસએલની મૅચોનું પ્રસારણ બંધ થઈ ગયું છે. આઈએમજીએ પીએસએલની અધિકૃત પ્રોડક્શન ભાગીદાર તરીકે ખસવાની જાહેરાત કરી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના મૅનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાને આ અંગની પુષ્ટિ કરી છે. પીસીબીએ એક નિવેદન જાહેર કરતા કહ્યું, ‘આઈએમજી રિલાયંસે અમને સૂચિત કર્યા છે કે તેઓ પીસીએલની બાકીની મૅચોના પ્રસારણ માટે અમારી સાથે ભાગીદાર બનવામાં અસમર્થ છે. પીસીબી પાસે હંમેશા વૈકલ્પિક પ્લાન હોય છે. અમને વિશ્વાસ છે કે ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ અમે ટૂંકમાં જ નવા પાર્ટનર વિશે જાહેરાત કરવાની સ્થિતિમાં હોઇશું.’

READ  નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણી વેડફાયું, જુઓ VIDEO

જોકે હકીકત એ છે કે પીસીબીના પરસેવા છૂટી ગયા છે. અત્યાર સુધી પીસીબીને કોઈ બ્રૉડકાસ્ટર નથી મળ્યો. પાકિસ્તાનમાં મૅચોનો પ્રસારણ અધિકાર જિયો સુપર અને PTV સ્પોર્ટ્સ ચૅનલોનો છે, પરંતુ મેદાન પર કૅમેરા કોણ લગાવશે અને સાથે જ મૅચને પ્રોડ્યુસ કોણ કરશે, તેનો કોઈ અત્તો-પત્તો નથી.

નોંધનીય છે કે અત્યાર સુધી આઈએમજી રિલાયંસ પીએસએલની મૅચોના લાઇવ કવરેજમાં લાગેલુ હતું. પુલવામા આતંકી હુમલા બાદ આઈએમજી રિલાયંસે એક નિવેદનમાં કહ્યુ હતું, ‘અમે રવિવારથી પીએસએલનું પ્રોડક્શન રોકવાનો નિર્ણય કર્યો છે. આ અંગે પીસીબીને માહિતી આપી દેવાઈ છે. આઈએમજી રિલાયંસનું માનવું છે કે પુલવામા હુમલા બાદ તે પાકિસ્તાન સાથે કોઈ પણ જાતનો વ્યાવસાયિક ગઠજોડ નથી રાખી શકતું.’

READ  દિનેશ કાર્તિકને BCCI દ્વારા આપવામાં આવી શો કોઝ નોટિસ

દરમિયાન પીસીબીએ પુલવામા હુમલા બાદ ભારતમાં કેટલાક સ્થળોએ ઇમરાન ખાન સહિત કેટલાક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરોની તસવીરો ઢાંકવા પર પણ ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ BCCI સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. વસીમ ખાને કહ્યું તેઓ ICCની બેઠક દરમિયાન બીસીસીઆઈ સમક્ષ આ મુદ્દો ઉઠાવશે. આઈસીસીની બેઠક 28 ફેબ્રુઆરીએ યોજાવાની છે.

[yop_poll id=1589]

READ  હૈદરાબાદમાં ISROના વૈજ્ઞાનિકની હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું, લેબ ટેક્નિશિયન સાથે હતા સંબંધ

Two arrested for kidnapping woman singer and attacking policeman, Ahmedabad | Tv9GujaratiNews

 

FB Comments