પાકિસ્તાને વધુ એક વખત પોતાની અવરચંડાઈ દેખાડી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના વિમાન માટે એરસ્પેસ ખોલવાની કરી મનાઈ

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ હંમેશા એટલા માટે ખરાબ રહે છે કારણ કે, પાકિસ્તાનને પોતાના તરફથી આગળ વધવુ જ નથી. ભારતના પૂર્વ પ્રધાનોએ સદા વાતચીતના રસ્તાઓ અપનાવ્યા હતા. ત્યારે પાકિસ્તાનની વધુ એક હરકત સામે આવી છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિદેશ યાત્રા પર જવાના છે. પરંતુ પાકિસ્તાને પોતાનો એરસ્પેસ ખોલવાની મનાઈ કરી દીધી છે. એટલે પાકિસ્તાનની ઉપરથી રાષ્ટ્રપતિના વિમાનને ઉડવાની મનાઈ કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે આઈસલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ અને સ્લોવેનિયાના પ્રવાસે જવાના છે.

READ  બંધ થયા પહેલા જેટ એરવેઝે વેચી હતી 3,500 કરોડ રૂપિયાની ટિકીટ, હવે મુસાફરોને કેવી રીતે મળશે રિફંડ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ભારતીય ક્રિકેટરોએ આ રીતે કર્યા યાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, ભારત સરકારે પાકિસ્તાનના એર સ્પેસ પરથી ઉડાનની મંજૂરી માગી છે. પરંતુ વર્તમાનની પરિસ્થિતિ મુજબ પાકિસ્તાન મંજૂરી આપશે નહીં.

READ  VIDEO: વિક્ટોરિયા રોડ પર હિમાલયા મોલ નજીક યુવતી પર ફાયરિંગ કરીને અજાણ્યો યુવક ફરાર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારે કોઈપણ દેશના રાષ્ટ્રપતિ એ રાજનીતિથી જોડાયેલા હોતા નથી. રાષ્ટ્રપતિનું સન્માન સૌથી ઉપર હોય છે. આમ છતાં પાકિસ્તાન પોતાના અનૈતિક માનસીકતાને સુધારી શકતું નથી. બે દેશો વચ્ચેના મતભેદ અને વિવાદ તેના પ્રધાનો વચ્ચે હોય છે.

FB Comments