ભારત આ પગલુ ભરે તો વડાપ્રધાન મોદી માટે પાકિસ્તાનને ખોલવુ જ પડશે એરસ્પેસ?

વડાપ્રધાન મોદી માટે પાકિસ્તાને તેમનું એરસ્પેસ ખોલવાથી ઈનકાર કરી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પાકિસ્તાન વડાપ્રધાન મોદીને તેમના હવાઈ માર્ગનો ઉપયોગની પરવાનગી આપશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે આ નિર્ણય કાશ્મીરની સ્થિતીને જોઈને કરવામાં આવ્યો છે. ભારત તરફથી વડાપ્રધાન મોદી માટે 20 સપ્ટેમ્બરે જર્મની જવા અને 28 સપ્ટેમ્બરે રિટર્ન ફ્લાઈટ માટે એરસ્પેસ ખોલવાની અપીલ કરવામાં આવી હતી.

 

પાકિસ્તાનના આ નિર્ણયની વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે આલોચના કરી છે. તેમને કહ્યું કે 2 અઠવાડિયાની અંદર બીજી વખત પાકિસ્તાને તેમનું એરસ્પેસ બંધ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ફ્લાઈટ માટે પોતાનું એરસ્પેસ ખોલવાથી ઈનકાર કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અહેવાલ મુજબ વડાપ્રધાન મોદી 20 સપ્ટેમ્બરે અમેરિકા પહોંચવા માટે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કરવાના હતા. વડાપ્રધાન મોદી હ્યુસ્ટનમાં ભારતીય-અમેરિકી સમુદાયને સંબોધિત પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.

READ  વડાપ્રધાન મોદીને ભેટીને રડવા લાગ્યા ઈસરોના ચીફ, વડાપ્રધાને વધારી હિંમત, જુઓ VIDEO

કાશ્મીર પર તમામ કૂટનીતિઓ નિષ્ફળ રહ્યા પછી પાકિસ્તાન એરસ્પેસ બંધ કરવાનો રસ્તો અપનાવી રહ્યું છે. ત્યારે આતંરરાષ્ટ્રીય નિયમો મુજબ પાકિસ્તાનને વડાપ્રધાન મોદીને તેમના એરસ્પેસનો ઉપયોગ કરવા માટે પરવાનગી આપવી જ પડશે. જો પાકિસ્તાન ભારતના અનુરોધને રદ કરે છે તો ભારત આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનમાં અપીલ દાખલ કરી શકે છે. ત્યારબાદ પાકિસ્તાનને મોટો દંડ પણ ભરવો પડી શકે છે.

આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કોઈ પણ દેશના ક્ષેત્રથી 12 નોટિકલ મીલ કે 22.2 કિલોમીટરના અંતર સુધી તેમનું એરસ્પેસ માનવામાં આવે છે અને તે દેશનું તેમના એરસ્પેસ પર પુરૂ નિયંત્રણ હોય છે. દેશોનો એક ફ્લાઈંગ કોરિડોર હોય છે, જેમાં તે વિદેશી કોર્મશિયલ ફ્લાઈટસના પ્રવેશ પર વિચાર કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પાકિસ્તાન સહિત ઘણા દેશ તેના દ્વારા મોટી કમાણી કરે છે. ઉદાહરણ તરીકે એર ઈન્ડિયાનું વિમાન પાકિસ્તાનના એરસ્પેસથી પસાર થાય છે તો તેને કરાર હેઠળ પાકિસ્તાનની સરકારને નિર્ધારિત રકમ ચૂક્વવી પડે છે. ઘણા દેશો વ્યૂહાત્મક વિકાસ માટે તેમના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

READ  5 drinks to manage blood Sugar Level

આંતરરાષ્ટ્રીય એરસ્પેસના નિયંત્રણ અને ઉપયોગને લઈને ઘણા આંતરરાષ્ટ્રીય કરારો અસ્તિત્વમાં છે. ઉદાહરણ તરીકે દરિયા ઉપર એરસ્પેસને લઈને પણ આંતરરાષ્ટ્રીય નિયમ છે. સંયૂક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન (ICAO) હેઠળ તમામ કરારો અને નિયમો પર અમલ સુનિશ્ચિત હોય છે.

પાકિસ્તાનના વારંવાર અયોગ્ય રીતે પોતાનું એરસ્પેસ બંધ કરવાને લઈ ભારત સંયૂક્ત રાષ્ટ્રની સંસ્થા ICAOમાં જઈ શકે છે. પાકિસ્તાન એરસ્પેસ બંધ કરીને ICAOના કરારનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનના હવાઈમાર્ગ યૂરોપ અને અમેરિકાની ફ્લાઈટસ માટે ખુબ મહત્વના છે. જ્યારે પાકિસ્તાને તેમના એરસ્પેસ બંધ કરી દીધા હતા તો યૂરોપ અને અમેરિકા જવાવાળી મોટાભાગની ફલાઈ્ટસનું ભાડૂં વધી ગયુ હતું. બીજી તરફ ભારતના એરસ્પેસ બંધ કરવાથી પાકિસ્તાનને પણ નુકસાન પહોંચ્યુ. દક્ષિણ-પૂર્વના દેશો જવાવાળી તમામ પાકિસ્તાની ફ્લાઈટ્સને તેમના રૂટ બદલવા પડતા હતા અથવા વધારે ખર્ચના કારણે ફ્લાઈટ રદ કરવી પડતી હતી.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું 'મિશન શક્તિ' છે શું ? જેને સમગ્ર દેશની ધડકન વધારી દીધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પાકિસ્તાનને બંને બાજુ નુકસાન થઈ રહ્યુ હતું. એક તરફ તેમને પોતાના એરસ્પેસથી પસાર થતી કોર્મશિયલ ફ્લાઈટસથી મળતી આવક બંધ થઈ હતી અને બીજી તરફ તેમની એરલાઈન્સને દક્ષિણ-પૂર્વના દેશોની ફ્લાઈટસ પર નુકસાન સહન કરવું પડ્યુ.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહીનામાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાને ભારતીય એરલાઈન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધુ હતું. ત્યારબાદ પાકિસ્તાનને કરોડો રૂપિયાનું નુકસાન થયા પછી પોતાનો નિર્ણય પાછો લેવો પડ્યો હતો. તે પછી વડાપ્રધાન મોદી ફ્રાન્સ પ્રવાસ જવા માટે પાકિસ્તાની એરસ્પેસથી પસાર થયા હતા. તે વખતે પણ ભારતની પાસે કાયદાકીય-રાજનીતિક વિકલ્પોના કારણે પણ પાકિસ્તાનને પોતાનું એરસ્પેસ ખોલવા માટે મજબૂર થવુ પડ્યુ હતુ.

 

Sex racket busted, 3 tv actresses rescued in Mumbai| TV9News

FB Comments