કંગાળ થઈ ચૂકેલાં પાકિસ્તાનને ઉગારવા માટે હવે આ દેશ આપશે સસ્તા દરે લોન, બે-અઠવાડિયામાં પાકિસ્તાનને મળી જશે 4.1 બિલિયન ડોલર રુપિયા

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે તેના લીધે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સ્તરે હાથ લંબાવવો પડી રહ્યો છે. પાકિસ્તાનના વિતમંત્રીએ જણાવ્યું કે અબુ ધાબી ફંડ ફોર ડેવલ્પમેન્ટ 3 ટકાના વ્યાજના દરે પૈસા આપી રહ્યું છે જ્યારે  ચીન 2.5 ટકાના દરે આપે છે.

આર્થિક સ્તરે પાકિસ્તાનની કમર તૂટી ગયી છે અને હાલ પાકિસ્તાનને પૈસાની ખાસ્સી જરુર છે. દૂનિયાના દેશો પાસે પાકિસ્તાન પૈસા માટે પોતાનો હાથ લંબાવી રહ્યું છે. કંગાળ પાકિસ્તાનનની મદદ કરવા માટે હવે ચીન આગળ આવ્યું છે. ચીન પાકિસ્તાનને 4.1 બિલિયન ડોલરની સહાય 2.5 ટકાના દરે ચૂકવશે. પહેલાં પાકિસ્તાને આ સહાયની માગણી અબુ ધાબી ફંડ ફોર ડેવલ્પમેન્ટ પાસે કરી હતી પણ ત્યાં પાકિસ્તાનને વ્યાજ 3 ટકાના દરે ચૂકવવાનું થશે. હવે ચીન તેના કરતાં ઓછા વ્યાજે પાકિસ્તાનને પૈસા ધીરશે. આ પૈસા મળ્યા બાદ સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનની વિદેશ મુદ્રા કુલ 12 બિલિયન ડોલર થઈ જશે. જોવા જઈએ તો આ રકમ પાકિસ્તાનને લોનના સ્વરુપમાં મળશે.

 

READ  દૈનિક રાશિઃ આજના દિવસમાં થઈ શકે છે મોટા ફેરફાર, આ રાશિના જાતકો માટે છે ખાસ સલાહ

 

પાકિસ્તાનના અખબાર ડોનની વેબસાઈટ મુજબ પાકિસ્તાનને 2 બિલિયન ડોલરની સહાય અબુ ધાબી ફંડ ફોર ડેવલ્પમેન્ટમાંથી જ્યારે 2.1 બિલિયન ડોલરની મદદ ચીન તરફથી મળશે. ઉલ્લેખનીય છે કે આ મદદને લઈને પાકિસ્તાને વ્યાજ પણ ચૂકવવું પડશે.

Howdy modiનો જવાબ મોદીએ બંગાળી, ગુજરાતી,પંજાબી સહિતની ભાષામાં આપ્યો

FB Comments