આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

પ્રદૂષણનું સ્તર એટલું વધી ગયું છે કે શુદ્ધ હવામાં શ્વાસ લેવો એક સપનું જેવું લાગવા લાગ્યું છે.

આમ તો ભારત સહિત દુનિયાના દરેક દેશ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તેના નિવારણ માટે પોત-પોતાની રીતે પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ પાકિસ્તાને આ સમસ્યામાંથી છુટકારો પામવા એક બેમિસાલ પદ્ધતિ શોધી કાઢી છે.

પાકિસ્તાને જે નુસ્ખો શોધ્યો છે, તેને સાંભળીને આપને નિઃશંક હસવું આવી જશે, પરંતુ પાકિસ્તાન સાચે જ આ દિશામાં અગ્રેસર છે અને ગોબરથી ગાડીઓ ચલાવવાની પૂરી તૈયારીમાં છે.

પાકિસ્તાનમાં સૌથી મોટા શહેર કરાચીમાં વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે ગાયના ગોબરનો ઉપયોગ કરવાની યોજના છે. તેનાથી બીજો ફાયદો એ પણ થશે કે જે ગોબર અને ગોમૂત્ર દરિયામાં વહાવી દેવાથી દરિયો ગંદો થતો હતો, તે પણ નહીં થાય.

READ  કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

પાકિસ્તાન આ યોજના હેઠળ ગોબર માંથી બનનાર બાયો મીથેન ગૅસનો ઉપયોગ બસો ચલાવવા માટે કરશે. તેના માટે ઇંટરનેશનલ ગ્રીન ક્લાયમેટ ફંડની મદદ લેવામાં આવશે. આ યોજના ચાર વર્ષમાં પૂરી થશે.

કરાચીમાં ચાર લાખ ગાય-ભેંસો છે. કરાચી તંત્રે હવે તેમના ગોબરમાંથી ગૅસ બનાવી તેનો બળતણ તરીકે ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક તંત્ર ગાય-ભેંસ જેવા પશુઓનું ગોબર એકઠું કરશે. ત્યાર બાદ તેનાથી બાયો મીથેન ગૅસ બનાવવામાં આવશે તથા તે ગૅસ બસોને સપ્લાય કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે આ યોજનાથી દરરોજ 3200 ટન ગોબર તથા પશુ મૂત્ર દરિયામાં જવાથી બચશે કે જેથી દરિયાને સ્વચ્છ રાખવામાં પણ મદદ મળશે.

READ  અમેરિકામાં રહેતા આ ગુજરાતી સાથે જે થયું, ભગવાન કરે તેવું કોઈની સાથે ન થાય

કરાચી શહેરમાં હાલમાં ગોબરની સફાઈ માટે દરરોજ 50 હજાર ગૅલન પાણીનો ખર્ચ થાય છે. કહેવાય છે કે જો આ પ્રયોગ સફળ રહેશે, તો તેને લાહોર, મુલ્તાન, પેશાવર અને ફૈસલાબાદ જેવા શહેરોમાં પણ લાગુ કરી શકાય છે. પાકિસ્તાનના મોટાભાગના શહેરોની પ્રદૂષણના કારણે હાલત ખરાબ છે. સારા જાહેર પરિવહનના અભાવે લોકો પોતાના અંગત વાહનોનો બહુ ઉપયોગ કરે છે. તેના કારણે કાર્બન ઉત્સર્જન વધુ થાય છે અને બીમારીઓ વધે છે.

READ  CM રૂપાણી 5 દિવસ માટે ઉઝબેકિસ્તાનના પ્રવાસે જશે, સ્વાગત માટે ગુજરાતી ભાષામાં લાગ્યા હોર્ડિંગ્સ

આ પ્રોજેક્ટની વેબસાઇટમાં જણાવાયા મુજબ આ આખો પ્રોજેક્ટનો ખર્ચ 583 મિલિયન ડૉલરનો છે. પ્રદૂષણને પહોંચી વળવા માટે ‘ધ ગ્રીન ક્લાયમેટ ફંડ’ સ્થાનિક પાકિસ્તાની પ્રાંત તથા એશિયન વિકાસ બૅંક (ADB) આ પ્રોજેક્ટને રકમ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે બસ કૉરિડોર 30 કિલોમીટર સુધી ફેલાયેલું હશે. તેમાં 15 લાખ લોકોને સ્વચ્છ ટ્રાફિકના વિકલ્પનો ફાયદો મળશે. કહેવાય છે કે આ સાધનથી દરરોજ લગભગ 3 લાખ લોકો મુસાફરી કરી શકશે.

[yop_poll id=858]

Oops, something went wrong.

 

FB Comments