એગ્ઝિટ પોલના પરિણામ જોઈને પાકિસ્તાનમાં મચી ગઈ ધમાલ, પાકિસ્તાનીઓએ રાહુલ કરતા મોદીને કર્યું 6 ગણું વધારે સર્ચ. 

લોકસભા ચૂંટણીનું દેશભરમાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ એજન્સીઓ દ્વારા એગ્ઝિટપોલ જાહેર કરવામાં આવ્યો હતો. એ પછીના 24 કલાકના આંકડા પર નજર કરવામાં આવે તો નરેન્દ્ર મોદી કીવર્ડ ને રાહુલ ગાંધી કરતા 6 ગણો વધારે સર્ચ કરવામાં આવ્યો છે.

ગૂગલ સર્ચ રિઝલ્ટ પ્રમાણે 19મેના રોજ સાંજના 4.26 વાગ્યાથી લઈને 20મે બપોરના 11.22 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી કીવર્ડને સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કીવર્ડ સૌથી વધારે પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, અમેરિકા અને કેનેડામાં સર્ચ થયો છે. 20મેના રોજ બપોરે 11.22 કલાકના સર્ચ રિઝલ્ટમાં નરેન્દ્ર મોદીને 90 પોઈન્ટ અને રાહુલ ગાંધીના 13 પોઈન્ટ બતાવ્યા હતા.

આ પણ વાંચો: આ પ્રશ્નોના જવાબ જલ્દી નહી મળે તો ભારતીય ટીમ માટે વલ્ડૅકપ જીતવો મુશ્કેલ!

હવે વિસ્તાર અને ક્ષેત્રની દૃષ્ટીએ ગૂગલ સર્ચ પર નજર કરીએ તો નરેન્દ્ર મોદી કીવર્ડ સૌથી વધારે પાકિસ્તાનમાં 88% સર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે રાહુલ ગાંધીનુ નામ પાકિસતાનમાં માત્ર 12% જ સર્ચ કરવામાં આવ્યું હતુ. ભારતમાં 87% લોકોએ નરેન્દ્ર મોદી અને 13% રાહુલ ગાંધી કીવર્ડ સર્ચ કર્યા હતા.

બાંગ્લાદેશના સર્ચ રિઝલ્ટમાં નરેન્દ્ર મોદી 83% છે અને રાહુલ ગાંધી 17% પર છે. અમેરીકામાં આ સર્ચની ટકાવારીમાં મોદી 82% અને રાહુલ 18% પર જોવા મળ્યા છે. કેનેડાની વાત કરીએ તો નરેન્દ્ર મોદી 79% અને રાહુલ ગાંધી 21% સર્ચ થયા કરવામાં આવ્ય હતા.

 

Rain in parts of Ahmedabad,road blocked after tree collapsed on road in Maninagar due to strong wind

FB Comments

TV9 Webdesk11

Read Previous

આ પ્રશ્નોના જવાબ જલ્દી નહી મળે તો ભારતીય ટીમ માટે વલ્ડૅકપ જીતવો મુશ્કેલ!

Read Next

એગ્ઝિટ પોલથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો, રેકોર્ડબ્રેક ઉંચાઈએ શેર બજાર

WhatsApp પર સમાચાર