ભારતીય મુસ્લિમો માટે હોબાળો કરનારા પાકિસ્તાને તેના જ દેશમાં બંધ કરી સૌથી મોટી સુવિધા

પાકિસ્તાન સરકારે હજ યાત્રા પર જતા યાત્રીઓને અપાતી સબસિડીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનમાં પૂર્વ પાકિસ્તાન મુસ્લિમ લીગ સરકારના સમયે હજ યાત્રા પર જતા યાત્રીઓને 45 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવતી હતી.

ઈમરાન ખાન સરકારે મંત્રીમંડળની બેઠકમાં હજનીતિ 2019ને મંજૂરી આપી હજ સબસિડી બંધ કરવાનો નિર્ણય લીધો. ધાર્મિક બાબતોના મંત્રાલયે હજ યાત્રા પર જવાવાળા પ્રત્યેક યાત્રીને 45 હજાર રૂપિયાની સબસિડી આપવાનો પ્રસ્તાવ કર્યો હતો. પરંતુ સરકારે સબસિડી બંધ કરી દીધી. ઉત્તરી ઝોનના હજ યાત્રીઓનો પ્રતિ યાત્રી ખર્ચ 4,36,975 રૂપિયા અને દક્ષિણ ઝોનના હજ યાત્રીનો પ્રતિ યાત્રી ખર્ચ 4,27,975 રૂપિયા આવશે.

READ  પેશાવર હાઈકોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફને મોતની સજા સંભળાવી

આ પણ વાંચો : ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસા લગા’ જોયા પછી દર્શકો કો કૈસા લગા- Film Review

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે હજયાત્રા પર જવાવાળા યાત્રીનો ખર્ચ 60%થી વધારે આવશે. વર્ષ 2018માં ઉતર ઝોનથી જવાવાળા હજયાત્રીનો ખર્ચ 2 લાખ 80 હજાર અને દક્ષિણઝોનથી જવાવાળા હજયાત્રીનો ખર્ચ 2 લાખ 70 હજાર રૂપિયા હતો. તેમાં 64% અને 63% નો વધારો થશે. આ વર્ષે પાકિસ્તાનથી 1,84,210 લોકો હજ યાત્રા પર જશે. તેમાં સાઉદી અરબ સરકાર દ્વારા મંજૂર કરેલ  5000નો વિશેષ કવોટા પણ સામેલ છે.

READ  VIDEO: પંજાબ બાદ રાજસ્થાનમાં પણ દેખાયા ડ્રોન, BSF એલર્ટ

[yop_poll id=”991″]

 

FB Comments