પાકિસ્તાને વધુ ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા

પુલવામા આતંકવાદી હુમલા બાદ બંને દેશ વચ્ચે નિર્માણ થયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને સદ્ભાવનાના સંકેતરૂપે આજે વધુ ૧૦૦ માછીમારોને મુક્ત કર્યા હતા.

એક મહિનામાં ચાર તબક્કામાં ૩૬૦ ભારતીય કેદીઓને મુક્ત કરવાની પાકિસ્તાને કરેલી જાહેરાતના બીજા બૅચનો આ હિસ્સો છે. પાકિસ્તાને ૭ એપ્રિલે પ્રથમ તબક્કામાં ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.

READ  કારગિલ વિજયના 20 વર્ષ પૂર્ણ, દેશના જવાનોની વીરગાથા અને જાણો કેવી રીતે પાક.ને ધૂળ ચટાવી હતી

સદ્ભાવનાના સંકેતરૂપે કરાચી સ્થિત માલિર જેલમાંથી વધુ ૧૦૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ કહ્યું હતું.

મુક્ત કરવામાં આવેલા માછીમારોને ટ્રેન મારફતે લાહોર લઈ જવામાં આવ્યા હતાં અને આવતીકાલે તેમને વાઘા સરહદે ભારતીય સત્તાધિકારીઓને સોંપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. જુદી જુદી કાર્યવાહી દરમિયાન આ માછીમારોની પાકિસ્તાનના જળવિસ્તારમાં ગેરકાયદે માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

READ  વાહ રે પાકિસ્તાનીઓ ! હવામાં અભિનંદનનું વિમાન ક્રૅશ થયા બાદ પાકિસ્તાનીઓએ પોતાના જ ક્રૅશ થયેલા F-16ના પાયલૉટને ક્રૂરતાપૂર્વક મારી નાખ્યો !

22 એપ્રિલે વધુ ૧૦૦ માછીમારોને મુક્ત કરવામાં આવશે અને ૨૯ એપ્રિલે પંચાવન માછીમાર અને પાંચ ભારતીય કેદીને મુક્ત કરી આ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે.

Top News Stories From Gujarat: 21/1/2020| TV9News

FB Comments