પાકિસ્તાની મરિન્સ બની લૂંટારુ, ગુજરાતના માછીમારો પાસેથી મધદરિયે લૂંટી લેવાયા મોબાઈલ ફોન અને ખાવા-પીવાનો સામાન

ભારતીય માછીમારો વધુ એક વખત હેરાનગતીનો શિકાર બન્યા છે. મધદરિયે પાકિસ્તાન મરિન્સ સિક્યોરીટી એજન્સી દ્વારા હેરાન કરવાનો વધુ એક બનાવ સામે આવ્યો.

પ્રતિકાત્મક તસવીર

 

તાજેતરમાં બનેલા બનાવની વાત કરીએ તો, પાકિસ્તાની મરિન દ્વારા વેરાવળ પાસે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે ભારતીય માછીમારની રામરાજ બોટ પર લૂંટ ચલાવી છે.

માછીમારના કહેવા પ્રમાણે, અંદાજે 8-10 જેટલા પાકિસ્તાની રેન્જર્સે લૂંટ ચલાવી, જેમા ખાવાપીવાનો સામાન, મોબાઈલ ફોન અને વાયરલેસ સેટની પણ બંદૂકની અણીએ લૂંટ ચલાવી છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગરીબ માછીમારો કડક કાર્યવાહીનો ભોગ બની રહ્યાં છે અને તેમને નુકસાની ભોગવવી પડી રહી છે.

READ  રશિયા પાસે 3600 કરોડની સૈન્ય ડીલ, હવે રશિયા, ચીન પછી ભારત પાસે હશે આ હેલિકોપ્ટર

AMC releases list of all 29 COVID19 positive cases in Ahmedabad | TV9News

FB Comments