પાકિસ્તાની વડાપ્રધાને ફરી લોકો સામે નાક કપાવ્યુ, લોકોએ કરી દીધા તેમને ટ્રોલ, જાણો શું કર્યુ ઈમરાન ખાને

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવીન્દ્ર નાથ ટાગોરનો એક કોટ શેર કર્યો હતો. જેની પર તેમને લેબનાની-અમેરિકી કવિ ખલીલ જિબ્રાનને ક્રેડિટ આપી દીધી. તેમની આ ભૂલને લઈને લોકોએ તેમને લોકોએ ટ્રોલ કરવાના શરૂ કરી દીધા છે.

જાણો રવિન્દ્રનાથ ટાગોરના તે ખાસ અને સાચા કોટ વિશે તેમને લખ્યું છે કે ‘હું સુઈ ગયો અને સ્વપ્ન જોયુ કે જીવન આનંદ છે. હું ઉઠ્યો અને જોયુ કે જીવન સેવા છે. મે સેવા કરી અને મેળવ્યુ કે સેવા આનંદ છે.’ કવિ રવિન્દ્રનાથ ટાગોરનો આ વિચાર પુરી દુનિયામાં જાણીતો છે. જ્યારે ઈમરાન ખાને ટ્વિટ કર્યુ હતું કે ‘I slept and I dreamed that life is all joy. I woke and I saw that life is all service. I served and I saw that service is joy.’

જ્યારે તેનું ઓરીજનલ વર્ઝન આ છે કે I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.

READ  નમસ્તે ટ્રમ્પ: મોટેરા સ્ટેડિયમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની મહત્વની વાતો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ટ્વિટની સાથે તેમને કેપ્શનમાં લખ્યું કે જે પણ લોકો જિબ્રાનના શબ્દોમાં જ્ઞાન શોધે છે અને તેને મેળવી લે છે, તે કઈંક એવી રીતે સંતોષજનક જીવન મેળવી લે છે. નોબલ પુરસ્કાર વિજેતા કવિ રવિન્દ્રનાથ ટાગોરના આ વિચારને ખલીલ જિબ્રાનનો જણાવવા પર પાકિસ્તાનના લોકોએ તેમને આ ભૂલને લઈને ટ્રોલ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદમાં લોકડાઉનના ભંગ બદલ કાર્યાવહી, ટુ-વ્હીલર પર બે વ્યક્તિને જતા પોલીસ અટકાવી રહી છે

તમને જાણીને નવાઈ લાગશે કે વહીવટી સેવામાં જનારા લોકોને પણ ઘણી વખત આ વિચારનું વહીવટી સેવામાં કે જીવનમાં શું મહત્વ છે તેને લઈને પ્રશ્નો તેમના ઈન્ટરવ્યુ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ-અલગ રીતે પુછવામાં આવી ચૂક્યા છે.

 

Oops, something went wrong.
FB Comments