ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન આતુર, ઈમરાન ખાને ફરી વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી

ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન આતુર છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વાર ફરી ચિઠ્ઠી લખી છે. તેમને આ ચિઠ્ઠી બંને દેશોની વચ્ચે સંબંધમાં સુધારો કરવાને લઈને લખી છે. ઈમરાન ખાને વડાપ્રધાન મોદી પાસે સાઉથ એશિયા અને પાડશી દેશોમાં શાંતિ માટે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વડાપ્રધાન ઈમરાન ખાનની ચિઠ્ઠી એ સમયે આવી છે, જ્યારે ભારતે કહ્યું હતુ કે 13-14 જૂને કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાનારા શંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે કોઈ બેઠકની યોજના નથી.

 

READ  જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યું કે બિશ્કેકના SCO સંમેલનમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે બેઠકની કોઈ યોજના બનાવી નથી. ત્યારે એક દિવસ પહેલા જ પાકિસ્તાનના વિદેશ મંત્રી એસ.એમ.કુરેશીએ ભારતના નવા વિદેશ મંત્રી એસ.જયશંકરને પત્ર લખીને શુભેચ્છાઓ આપી છે. પત્રમાં તેમને ઈસ્લામાબાદ અને દિલ્હીની વચ્ચે વાતચીત દ્વારા સંબંધ સુધારવાની અપેક્ષા બતાવી છે.

READ  રાષ્ટ્રીય મહિલા અધિવેશનમાંથી ભાજપને મળશે નવી મહિલા નેતાગીરી?

આ પણ વાંચો: હવે ધોની ફરીથી ‘બલિદાન બેજ’ નિશાનાવાળા ગ્લવ્ઝ પહેરશે તો આ સજા આપી શકે ICC?

પાકિસ્તાને દાવો કર્યો છે કે વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા ભારતને સતત ત્રીજી વખત પત્ર લખ્યો છે. જેમાં તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટેનો પ્રસ્તાવ મુકયો છે. આ પહેલા પણ વડાપ્રધાન ઈમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં તેમની જીત પર ફોન કરીને શુભેચ્છાઓ આપી હતી.

READ  કોણ બનશે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ? 20 જાન્યુઆરી પછી નામની જાહેરાત થાય તેવી શક્યતા

 

FB Comments