અંધશ્રદ્ધા! ઈમરાન ખાનની પત્નીનો ચહેરો અરીસામાં નથી દેખાતો, અધિકારીઓનો દાવો

પાકિસ્તાનમાં અંધવિશ્વાસે માજા મુકી છે અને તેનો શિકાર ખુદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ છે. ઈમરાન ખાનની પત્નીને લઈને એવો દાવો થઈ રહ્યો છે કે તેણીનો ચહેરો અરીસામાં દેખાતો નથી. એક ખાનગી ન્યૂઝ  એજન્સીને આ વાત પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરતાં એક વ્યક્તિ દ્વારા જાણવા મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ નવરાત્રી અને ‘વાઈબ્રન્ટ ટોઈલેટ’, નેતાઓ અને VIP માટે ટોઈલેટમાં પણ AC

ઈમરાન ખાન પર બુશરાનો જાદુ ચાલે છે એવું માનવામાં આવે છે અને એટલું જ નહીં પાકિસ્તાનના મહત્ત્વના નિર્ણયો ઈમરાન ખાન બુશરાને પૂછ્યા બાદ જ લે છે. બુશરાને લોકો તંત્ર-મંત્ર, જાદુ-ટોણા કરનારી મહિલા તરીકે ઓળખે છે. પાકિસ્તાનમાં લોકો તેને બુશરા બીબી, પિરની અને બીબી પાક દામનના નામે બોલાવે છે. બુશરા ઈસ્લામિક નિયમોનું ચુસ્ત રીતે પાલન કરે છે. લોકો એવું માને છે બુશરા કોઈપણની જિંદગી બદલી નાખે છે.

READ  VIDEO: રાજ્યમાં આગામી 5 દિવસમાં છુટાછવાયા વરસાદની આગાહી, જાણો ક્યાં શહેરોમાં પડશે ભારે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શા માટે ઈમરાન ખાન કરે છે બુશરા બીબી પર વિશ્વાસ? 

ઈમરાન ખાને પીએમ બન્યા પહેલાં 6 મહિના અગાઉ બુશરાની સાથે લગ્ન કર્યા હતા. ઈમરાન તેના ભક્ત બની ગયા છે અને બધું તેને પૂછી પૂછીને કરે છે. લોકો એવું પણ કહે છે કે ઈમરાનનું ભાષણ પણ બુશરા બીબી નક્કી કરે છે. ઈમરાન ખાનને બુશરાએ કહ્યું હતું કે જો તેઓ પાકિસ્તાનના પીએમ બનવા માગતા હોય તો તેની સાથે લગ્ન કરવા પડશે. આમ ઈમરાન ખાને લગ્ન કર્યા હતા અને બાદમાં ઈમરાન પણ પાકિસ્તાનના પીએમ બન્યા હતા. આથી ઈમરાન ખાન સતત બુશરાના નામની માળા જપતા રહે છે અને હવે એવો દાવો પણ થઈ રહ્યો છે કે બુશરા બીબીનો જો અરીસાની સામે ઉભા રહે તો પણ તેમનો ચહેરો અરીસામાં દેખાતો નથી.

READ  દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

 

 

Oops, something went wrong.
FB Comments