ગોવિંદાના ગીત પર પાકિસ્તાન પોલીસ અધિકારીએ લગાવ્યા મહિલા સાથે ઠુમકા, કરાયા સસ્પેન્ડ

Pak policeman suspended for dancing on Govinda song

Pak policeman suspended for dancing on Govinda song

બૉલીવુડમાં પોતાની એક્ટિંગ અને ડાન્સથી લોકોના દિલ જીતનાર ગોવિંદાનું ફેન લિસ્ટ ખૂબ લાંબુ છે અને દેશ જ નહીં પણ આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ચાહકો રહે છે અને જેઓ તેમના ડાન્સને પસંદ કરે છે.

જુઓ વિડીયો

હા, હમણાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થયો છે જેમાં એક પાકિસ્તાની પોલીસ ઓફિસર ગોવિંદાના ગીત પર ઠુમકા લગાવતા નજરે પડે છે. આ પોલીસ અધિકારીનો વિડીયો વાઈરલ થતાં જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ઇન્સ્પેકટર અરશદ પંજાબના પાકપટ્ટનના કલ્યાણ પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. તેમનો બૉલીવુડ અભિનેતા ગોવિંદાના ગીત પર એક મહિલા સાથે ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો જેના બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Pak cop suspended for dancing on Govinda's song
Pak cop suspended for dancing on Govinda’s song

રિપોર્ટ મુજબ આવી કોઈ ઘટના પહેલીવાર નથી બની, પહેલા પણ અરશદના ઘણા વિડીયો સામે આવ્યા હતા પણ આ વખતે તેમના ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર મૂકવાની થોડી જ મિનિટોમાં વાઈરલ થયો અને જેના કારણે તેમણે પોતાની નોકરીથી હાથ ધોવા પડ્યા.

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gir Somnath: Dalit youth allegedly thrashed by police in Una| TV9GujaratiNews

FB Comments

TV9 Web Desk1

Read Previous

કૌભાંડી વિનય શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા લોકોની લાઈનો પડી!

Read Next

અંદમાનના સેન્ટિનેલ ટાપુ પર મરનારને નવી દુનિચા શોધવાનું નહીં પરંતુ મિશનરીનું પાગલપન સવાર હતું અમેરિકન જોન ચાઉ પર

WhatsApp પર સમાચાર