ભારતમાં કાશ્મીરમાં હલચલથી પાકિસ્તાની PM ઈમરાન ખાને બોલાવી ઈમરજન્સી બેઠક!

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાત્કાલિક બેઠક બોલાવી છે. વડાપ્રધાન ઈમરાન ખાન તરફથી આ બેઠક ભારતીય સેના દ્વારા BATના 7 કમાન્ડોને ઠાર કર્યા બાદ બોલાવવામાં આવી છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઈમરાન ખાન આ બેઠકમાં કાશ્મીર અને લાઈન ઓફ કન્ટ્રોલ (LOC)પર હાલની પરિસ્થિતીની ચર્ચા કરી શકે છે. ત્યારે પાકિસ્તાની રેડિયોનું કહેવું છે કે ઈમરાન ખાને શનિવારે નીલમ વેલીમાં થયેલા કલસ્ટર બોમ્બ એટેકની ઘટના પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અસમ રેજિમેન્ટના ગીત પર ઝુમવા લાગ્યા અમેરિકાના સૈનિકો, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ રવિવારે પાકિસ્તાની સેનાને તેમના સૈનિકોના મૃતદેહ લઈ જવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સૈનિકોને જમ્મૂ-કાશ્મીરમાં ઘુસણખોરી કરવાના પ્રયત્નો દરમિયાન ઠાર કરવામાં આવ્યા હતા. ભારતીય સેનાના સુત્રોનું કહેવુ છે કે પાકિસ્તાની સેનાને સફેદ ઝંડો લઈને આવવા માટે અને ભારતીય સરહદમાં ઠાર કરેલા પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમના અંતિમ સંસ્કાર માટે લઈ જવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો.

READ  ભારતના આક્રમક તેવર સામે અને મોદીની આગ ઝરતી વાણી સામે ગભરાયેલું પાક કરગર્યું, ઇમરાન બોલ્યાં, ‘પીએ મોદી, શાંતિ લાવવા માટે એક CHANCE આપો’


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુત્રોનું કહેવુ છે કે પાકિસ્તાને અત્યાર સુધી આ પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ ઘટના 31 જુલાઈ અને 1 ઓગસ્ટની રાત્રે કેરન સેક્ટરની છે. જ્યારે પાકિસ્તાન બોર્ડર એક્શનની એક ટીમે ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયત્ન કર્યા હતા.

READ  LOC પર પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીનો પ્રયાસ, ભારતીય સેનાએ 2 પાકિસ્તાની આતંકીને ઠાર કર્યા, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

New season of 'Khatron Ke Khiladi launched | Tv9GujaratiNews

FB Comments