પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાની સેનાને હાકલ ‘ તૈયાર રહો’

પુલવામા હુમલાની ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વધતી જાય છે. ગુરુવારના રોજ પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં ઈમરાન ખાને પોતાની સેનાને તૈયાર રહેવા કહ્યું છે.

પુલવામા હુમલાની ઘટનાને લઈને ભારત કાર્યવાહી કરવાના સંકેતો આપી રહ્યું છે ત્યારે ગુરુવારના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સેનાને તૈયાર રહેવા માટે કહ્યું છે. બેઠકમાં પાકિસ્તાનનો પુલવામા હુમલામાં હાથ છે તે વાતનો ઈમરાન ખાને ઈનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું કે જો આ હુમલાની કાર્યવાહીમાં પાકિસ્તાનની જમીનનો ઉપયોગ થયો તો જરુર પાકિસ્તાન તેની વિરુધ્ધ કાર્યવાહી કરશે. આ ખબર પાકિસ્તાનના જાણીતા ન્યૂઝપેપર ડોનની વેબસાઈટના માધ્યમથી બહાર આવી હતી.

READ  લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે LAC પર ઘર્ષણ

[yop_poll id=1673]

Ahmedabad: JCB machine catches fire on SG highway| TV9News

FB Comments