માલદીવમાં પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને ફરીથી ઝટકો લાગ્યો છે. માલદીવ ખાતેની સંસદમાં ‘સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ’ આ મુદ્દા પર ચર્ચા માટે પાકિસ્તાનના પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાનની પ્રતિનિધિઓ આ મુદ્દાને ભૂલીને કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા લાગ્યા હતા. કાશ્મીર બાબતે વાત થઈ તો ભારતના પ્રતિનિધિ હરિવંશ નારાયણે પણ  જવાબ આપ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

માલદીવની સંસદમાં કાશ્મીર મુદ્દે વાત થતી હોવાને લઈને અંતે ત્યાંના સ્પીકર મોહમ્મદ નશીદે કાશ્મીરને લઈને તમામ ચર્ચાઓ હટાવવાનો આદેશ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના જવાબમાં કહ્યું કે માનવ અધિકારનું હનન કરનારું પાકિસ્તાન અમને સલાહ ન આપે.

READ  ગુજરાતમાં બાઈક ચાલકો માટે રાહતના સમાચારઃ RTO દ્વારા આ ખાસ સુવિધાનો લાભ તમે 7 જૂનથી લઈ શકશો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

માલદીવની સંસદમાં દક્ષિણ એશિયાઈ દેશનું શિખર સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભારતના પ્રતિનિધિ તરીકે રાજ્યસભાનાં ઉપ સભાપતિ હરિવંશ નારાયણ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં ભારત-પાકિસ્તાનની સાથે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન અને અફઘાનિસ્તાનના પણ પ્રતિનિધિઓ જોડાયા હતા. પાકિસ્તાનને કાશ્મીરના નામે ચર્ચાની ચાલ તો રમી પણ તે કામ આવી નહોતી.

READ  કાશ્મીરમાં ઓગસ્ટ ક્રાંતિઃ રાજ્યસભામાં બિલ પાસ થતાની સાથે મહેબુબા મુફ્તી અને ઉમરની ધરપકડ

 

Wild pig menace becomes headache for farmers, Chhota Udaipur | Tv9

FB Comments