પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!

આખરે પાકિસ્તાને જંગની તૈયારી શરૂ કરી દીધી છે. સરહદ પર પાકિસ્તાની સેના જંગનો સામાન એકઠો કરવા લાગી હોવાના સમાચાર છે તો સાથે જ પાકિસ્તાનના પ્રધાનો ભડકાઉ ભાષણ કરીને જનતાને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે જંગની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીર પાસે આવેલા ત્રણ બંદરો- કરાચી, ઓરમારા અને ગ્વાદર સંપૂર્ણપણે ખાલી કરાવ્યા છે. માત્ર કરાચી બંદર પર પાકિસ્તાની નૌ સેનાના ત્રણ મોટા જહાજો ઊભા છે. આ ઉપરાંત હૈવી મશીનગન્સ સાથે સ્પેશલ કમાંન્ડિંગ ઓફિસર તૈનાત કરાયા છે. 200 અફઘાની આતંકવાદીઓના 6 દળ તૈયાર કર્યા છે. ઈમરાન ખાન સરકારમાં સામેલ પ્રધાન કહી રહ્યો છે કે અત્યાર સુધી 3 જંગ કરી છે અને 4થી જંગ માટે પાકિસ્તાનના બાળકો પણ તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કાશ્મીરની પરિસ્થિતી શું છે? કાશ્મીરની પરિસ્થિતી અંગે કાશ્મીરથી આવ્યો પહેલો રીપોર્ટ, કાશ્મીરી ખુશ છે કે નહીં?

આઝાદ કાશ્મીરમાં પહોંચેલા શેખ રાશીદ અહમદ તો પાકિસ્તાનીઓને જંગ માટે તૈયાર કરી રહ્યા છે. તમામ મુસ્લિમ લોકોને જિહાદના નામે યુદ્ધની વાત કરી રહ્યા છે. સરહદ પર બરફ પડવાની શરૂઆત થાય, એ પહેલાં એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાન કંઈક નાપાક હરકત કરી શકે છે, જેને જોતાં ભારતીય સેના તેના પર બાજ નજર રાખી રહી છે અને તમામ વારનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. જોકે ચિંથરેહાલ પાકિસ્તાન એ ભૂલી ગયું છે કે તેની પાસે ખાવાનાંયે સાસા છે ત્યારે એવી શેખી મારવી તેને ભારે પડી શકે છે.

READ  પાકિસ્તાનીઓએ ગુસ્સાથી ઈમરાન ખાનને કહ્યું, તમે મોદીને નહીં રોકી શકો?

આ પણ વાંચો: કોંગો ફિવરનો ફરી દેખાયો કહેર! થયું એક મહિલાનું મોત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Migrants get food, shelter in Iscon Mall, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments