‘પાકિસ્તાન જા રહા હું, દુઆ મેં યાદ રખના’, ક્રિકેટરનું ટ્વીટ થયું વાઈરલ

pakistan-remember-us-in-your-prayers-mustafizur-rahman-tweet viral on social media bangladesh na cricketer nu tweet thayu viral

પાકિસ્તાનમાં સુરક્ષાને લઈને હંમેશા સવાલો ઉઠતા રહે છે. ઘણા દેશની ક્રિકેટ ટીમોએ સુરક્ષાનેા લીધે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો જ ઈનકાર કરી દીધો છે. બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાન ખાતે રમવા જઈ રહી છે. જો કે એક બાંગ્લાદેશી ક્રિકેટરના ટ્વીટના કારણે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. આડકતરી રીતે આ ટ્વીટ પાકિસ્તાનની સુરક્ષા સામે સવાલો ઉઠાવી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   નિર્ભયા કેસના દોષીતોનું ડેથ વોરંટ જાહેર કરનારા જ્જનું ટ્રાન્સફર

બાંગ્લાદેશની ટીમમાં એક ખેલાડી છે તેનું નામ છે મુસ્તફિજૂર રહમાન. તેઓ જ્યારે એરપોર્ટ પર હતા અને પાકિસ્તાનના પ્રવાસે ટી-20 મેચ માટે જઈ રહ્યાં છે ત્યારે એક ટ્વીટ તેમણે કર્યું છે. તેઓએ લખ્યું કે પાકિસ્તાન જઈ રહ્યો છું, અમને દુઆઓમાં યાદ રાખજો. આ ટ્વીટની સાથે એક ફોટો પણ શેર કર્યો છે અને તે ફોટામાં તેના સાથીદારો પણ દેખાઈ રહ્યાં છે.

READ  ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે 'કરો યા મરો'નો મુકાબલો, બેંગ્લોરમાં 1.30 વાગ્યે શરૂ થશે મેચ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

થોડીવારમાં આ ટ્વીટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું હતું અને લોકોએ પાકિસ્તાનની આડેહાથ લીધું હતું. પાકિસ્તાનમાં ગયા બાદ સુરક્ષા શું તે અંગે આ ખેલાડીના ટ્વીટ બાદ ફરીથી ચર્ચા થવા લાગી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશની વચ્ચે 3 ટી-20 યોજાવા જઈ રહી છે અને તેના લીધે બાંગ્લાદેશી ટીમ પાકિસ્તાન જઈ રહી છે. આ મેચ 24 જાન્યુઆરી લઈને 17 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં ટી-20 મેચ, એક વનડે અને એક ટેસ્ટ સીરીઝનો પણ સમાવેશ થાય છે.

READ  પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાના પાર્થિવ દેહને જામકંડોરણામાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો

 

Oops, something went wrong.
FB Comments