આતંકવાદી મસૂદ અજહરને લઈને પાકિસ્તાનનો ચીનને જવાબ, કોઈપણ રાષ્ટ્રના દબાણમાં આવીને કાર્યવાહી કરવાનો કર્યો ઈનકાર

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તે હવે કોઈના પણ દબાણમાં આવીને આતંકી મસૂદ અજહરને લઈને કોઈ જ કાર્યવાહી નહીં કરે.

થોડા સમય પહેલાં આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકી મસૂદ અજહરને બ્લેક લિસ્ટ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.હવે પાકિસ્તાને આતંકી મસૂદ અજહરને લઈને કોઈપણ રાષ્ટ્રના દબાણમાં આવીને કાર્યવાહી કરવાની ના પાડી દીધી છે.

READ  વડાપ્રધાન મોદીને ફરી થી સત્તામાં લાવવા માટે ઇડરમાં યોજાયો મહાયજ્ઞ, 'એકબાર ફીર સે મોદી સરકાર'

 

 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે ગુરુવારના રોજ કહ્યં કે આ મામલે પાકિસ્તાન જે પણ નિર્ણય કરશે તે રાષ્ટ્રહિતમાં હશે. પાકિસ્તાન આ બાબતે કોઈના પણ દબાણમાં આવશે નહીં. ભારતે આ બાબતે પાકિસ્તાનની સામે કહ્યું છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કશ્મીરમાં થયેલાં આતંકવાદી હુમલાની પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે અને જેનો લીડર મસૂદ અજહર છે.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવારે Tweet દ્વારા અજીત પવારના દાવાઓનો આપ્યો જવાબ

પુલવામાં હુમલા બાદ ભારત સહિત ફ્રાન્સ અને અન્ય ઘણાં દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અજહરને આતંકવાદી ઘોષિત કરીને તેને બેન કરવા માટે પ્રસ્તાવ લાવ્ચો હતો પણ ચીને પોતાનો વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને ઉડાવી દીધો હતો. બાદમાં અમેરિકાના દબાણ અને અન્ય રાષ્ટ્રોનું દબાણ વધવાને લઈને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.

READ  પુલવામા આતંકી હુમલામાં મોટો ખુલાસો : બુરહાન વાનીના વિસ્તારમાં રચાયુ હતું કાવતરું, એક પાકિસ્તાની નાગરિકે બનાવ્યો હતો આખો પ્લાન, 7 શંકાસ્પદોની અટકાયત

 

Vehicles no more need permit to enter state, decision taken to avoid scarcity of essential products

FB Comments