પાકિસ્તાને પણ માન્યું કે મોદી બની ગયા છે સુપરમેન, પાકના તમામ મીડિયામાં ચાલી રહી છે મોદીને લઈ ચર્ચાઓ

દેશમાં તો એક તરફ ભાજપની સરકાર બની રહી છે તેવા રૂઝાન સામે છે. તો બીજી તરફ પાકિસ્તાની મીડિયામાં હડબડી શરૂ થઈ ગઈ છે. ભાજપને બહુમળતાની સાથે પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં કેટલીક વિચિત્ર અને ગડબડવાળી ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનની ન્યૂઝ ચેનલના એક એન્કરે કહ્યું કે શું ભારતમાં મુસ્લિમ સમૂદાયે પણ મોદીને વોટ આપ્યા છે. આ વાતને લઈને પાકિસ્તાનમાં ચેનલ એન્કરોની હાલત જોવા લાયક છે. પાકિસ્તાનની મોટાભાગની ચેનલમાં આ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. પુલવામાનો જવાબ આપ્યા બાદ મોદીને લઈ પાકમાં ચિંતાના વાદળો બની ચૂક્યા છે. જે જરૂરી પણ છે.

પાકની ચેનલ GNNમાં પણ મોદીને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે. મોદીના પક્ષમાં પાકિસ્તાની મીડિયા ચર્ચા ચાલી રહી છે. અને જાણો પાકિસ્તાની મીડિયા પણ ભાજપના રંગમાં રંગાઈ ગઈ હોઈ તેવું લાગે છે. પાકિસ્તાનની તમામ ચેનલ પર માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે. જેમાં PM મોદીની વાહ વાહ પણ થઈ રહી છે. જો કે પાકમાં તો એ વાતનો માતમ પણ છે કે મોદી ફરી સરકારમાં આવી રહ્યા છે. કારણ કે પાકિસ્તાન આતંકીઓને સમર્થન આપે છે અને જે ક્યારેય ભારતની કોઈપણ સરકાર સહન કરી શકે નહીં.

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

લોક્સભા ચૂંટણીમાં ઐતિહાસિક જીતના દરવાજા પર ભાજપ, દિલ્હી ખાતેના ભાજપ મુખ્યાલય ખાતે 5 વાગ્યે 20 હજાર કાર્યકર્તાને સંબોધિત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી: TV9 ગુજરાતી પર જુઓ લાઇવ પ્રસારણ

Read Next

લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની ટોપ 5 સીટો પર ભાજપના ઉમેદવાર આગળ

WhatsApp પર સમાચાર