પાકિસ્તાનની નાપાક ઈરાદાઓ થયા જાહેર, POKમાં ફરી રહ્યા છે આતંકીઓ, કાશ્મીરને લઈને આપી ચેતવણી

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે. એક-બે દેશોને બાદ કરતા લગભગ તમામ દેશો તેને ભારતની આંતરિક બાબત ગણાવી રહ્યા છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સપોર્ટ નથી તે જોતાં, પાકિસ્તાને પોતાનો જૂનો માર્ગ અપનાવ્યો છે. એવા અહેવાલ છે કે પાકિસ્તાન સરકાર આતંકવાદીઓને ભારતમાં જેહાદ કરવા ઉશ્કેરી રહી છે. પાકિસ્તાનના નાપાક ઈરાદા POKના એક વીડિયોમાં સામે આવ્યા છે, જેમાં આતંકવાદીઓ એક થઈને ભારત સામે મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.

READ  નવી દિલ્લી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પાકિસ્તાન, હિઝબુલ મુજાહિદ્દીન અને યુનાઇટેડ જેહાદ કાઉન્સિલ જેવા આતંકવાદી સંગઠનો કે જેના નેતા સૈયદ સલાઉદ્દીન છે તે કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવારે હિઝબુલ મુજાહિદ્દીનના ખાલિદ સૈફુલ્લા અને નેબ અમીર POKના મુઝફ્ફરાબાદમાં પ્રેસ ક્લબની સામે વિરોધ કરતા દેખાયા હતા. વિરોધ દરમિયાન આ આતંકવાદીઓ જેહાદ કરવા માટે ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા હતા. સૈયદ સલાઉદ્દીને આ દરમિયાન જણાવ્યું હતું કે, મારા મિત્રો આપણે બધા જેહાદ માટે તૈયાર છીએ. સૈફુલ્લાએ કહ્યું કે અમે બધા તમારી સાથે છીએ. આ પ્રદર્શનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને POKમાં સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

READ  VIDEO: અમદાવાદમાં લૉકડાઉન હોવા છતાં જોવા મળી લોકોની ભીડ, બેદરકારી પડી શકે છે મોંઘી

આ પણ વાંચો: સ્માર્ટ ફોનનો ઉપયોગ કરનારા રહો સાવધાન! થઈ શકે છે ઓનલાઇન છેતરપિંડી, જુઓ VIDEO

પાકિસ્તાનને હવે કોઈ રસ્તો દેખાતો નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાન આતંકવાદીઓની મદદથી જમ્મુ-કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો છે ત્યારે સેના દરેક ખતરાનો સામનો કરવા તૈયાર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીનો 171મો વાર્ષિક પાટોત્સવ, સર્જાયો આ ભવ્ય યોગ

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments