વિજય રુપાણીએ કહ્યું ‘કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે ‘, આ નિવેદનને લઈને કોંગ્રેસે પણ આપ્યો વળતો જવાબ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો હતો. તેમણે મહેસાણામાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કહ્યું કે જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી જીતશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે. 

 

 

 

ભાજપના મહેસાણા ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી હાજર રહ્યાં હતા. વિજય રુપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકીને તેને પાકિસ્તાનની પાર્ટી ગણાવી હતી. તેમણે 23મી એપ્રિલના રોજ જાહેર થનારા પરિણામોની વાત કહીને કહ્યું કે જો પરિણામના દિવસે કોંગ્રેસ આગળ હશે તો પાકિસ્તાનમાં દિવાળી થશે.

READ  એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

આ નિવેદન બાદ કોંગ્રેસ પણ હરકતમાં આવી હતી અને કોંગ્રેસના અમિત ચાવડાએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ચાવડાએ વળતો પ્રહાર કરીને કહ્યું કે તેમણે પાકિસ્તાનની વાત કરતા પહેલાં ગુજરાતમાં ભાજપની સરકારમાં બેફામ ભ્રષ્ટાચાર, યુવાનોની રોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, મહિલાઓની સમસ્યા વગેરે મુદ્દા પર તેમણે વિચારવું જોઈએ. ચાવડાએ વધુમાં ઉમેર્યું કે હાલની સરકાર પાસે કોઈ એવી યોજના નથી જેને લઈને તે લોકો પાસે જઈને મત માગી શકે આથી પાકિસ્તાનના નામે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

READ  જાણો વડાપ્રધાન મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ક્યાંથી કરશે મતદાન?

 

EPFO issues WhatsApp numbers to solve employees' issue | Tv9GujaratiNews

FB Comments