પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર લાગશે પ્રતિબંધ? પાકિસ્તાનીઓ જાતે જ બન્યા પાક. ટીમના દુશ્મન, પાકિસ્તાનની ટીમમાં હાલત ખરાબ

વિશ્વ કપમાં ભારત સામે મળેલી હાર પછી પાકિસ્તાનના એક નારાજ પ્રશંસકે ગુજરાવાલા કોર્ટમાં અરજી દાખલ કરીને ટીમ પર પ્રતિબંધ લગાવવાની સાથે પસંદગી સમિતિને પણ રદ કરવાની માગણી કરી છે. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યું હતુ.

વિશ્વ કપના ઈતિહાસમાં પાકિસ્તાનની ભારત સામે 7મી હાર હતી. ત્યારબાદ પાકિસ્તાની ક્રિકેટરોને પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓની મોટી આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં અરજીકર્તાએ ક્રિકેટ ટીમ પર પ્રતિબંધની સાથે મુખ્ય પસંદગીકર્તા ઈઝમામ ઉલ હકની આગેવાનીવાળી પસંદગી સમિતીને રદ કરવાની માગણી કરી છે. હાલમાં અરજીકર્તા વિશે કોઈ જાણકારી મળી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અરજીના જવાબમાં ગુજરાવાલા કોર્ટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધિકારીઓને જાણ કરી છે. ત્યારે મળતી માહિતી મુજબ PCB સંચાલન મંડળની લાહોરમાં યોજાનારી બેઠકમાં કોચ અને પસંદગીકર્તાઓની સાથે ઘણાં સભ્યોને છુટા કરવા પર નિર્ણય થઈ શકે છે. જે લોકોને છુટા કરવાની સંભાવના છે તેમાં ટીમના મેનેજર તલત અલી, બોલિંગ કોચ અજહર મહમુદ અને પસંદગી સમિતિ પણ સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેની સાથે જ મિકી અર્થરના કાર્યકાળને પણ વધારવામાં નહિ આવે. PCBના ડિરેક્ટર જનરલ વસીમ ખાન આ બેઠકમાં સામેલ થવા માટે વિદેશ પ્રવાસ દરમિયાન સ્વદેશ પાછા આવશે. અત્યાર સુધીમાં પાકિસ્તાનની ટીમે 5 મેચ રમી છે. જેમાં 3 મેચમાં પરાજય થયો છે, ત્યારે એક મેચમાં જીત મેળવી છે અને એક મેચનું પરિણામ આવ્યું નથી. હાલમાં પાકિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં 3 પોઈન્ટ અને -1.933ના રન રેટની સાથે 9માં નંબર પર છે.

આ પણ વાંચો: વિશ્વ કપમાં આ ખેલાડીએ તોડી દીધો રોહિત શર્મા, ક્રિસ ગેઈલ અને ડિવિલિયર્સનો રેકોર્ડ!

 

Result of Junagadh civic polls today| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk 9

Read Previous

વિશ્વ કપમાં આ ખેલાડીએ તોડી દીધો રોહિત શર્મા, ક્રિસ ગેઈલ અને ડિવિલિયર્સનો રેકોર્ડ!

Read Next

Facebookએ ક્રિપ્ટોકરન્સી પ્લાન રજૂ કર્યો, Uber સહિત 28 કંપનીઓ હશે પાર્ટનર

WhatsApp પર સમાચાર