દુનિયાના 4 મુસ્લિમ દેશોએ પાકિસ્તાનના ડૉક્ટર્સ પર મુક્યો પ્રતિબંધ, તરત જ દેશ છોડવાનો આદેશ

પ્રતીકાત્મત તસવીર

પાકિસ્તાનને વધારે એક ઝટકો સઉદી અરબ દ્વારા લાગ્યો છે. પાકિસ્તાનના જાણીતા સમાચાર પત્ર ડૉનના એક અહેવાલ મુજબ પાકિસ્તાનના તમામ ડૉક્ટર્સ હવે સઉદી અરબમાં કામ કરી શકશે નહીં. અહેવાલ મુજબ સઉદી અરબના આ નિર્ણયથી પાકિસ્તાન તમામ પ્રશિક્ષિત તબીબો હવે બેરોજગાર થઈ જશે. સઉદી અરબે પાકિસ્તાનન ઘણાં ડૉક્ટર્સને ટર્મિનેશન લેટર પકડાવી દીધા છે અને અમુકને દેશ છોડી દેવા પણ કહેવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જમ્મૂ-કાશ્મીર મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નવુ નિવેદન, જુઓ VIDEO

આ પણ વાંચો:   ધુંધવાયેલા પાકિસ્તાને ભારતની સાથે રાજદ્વારી, વેપારી સંબંધો તોડ્યા, કાશ્મીર મુદ્દાને UNમાં ઉઠાવશે

સઉદી અરબે ત્યાં કામ કરી રહેલાં પાકિસ્તાનના કેટલાંય ડૉક્ટર્સને બર્ખાસ્ત કરી દીધા છે અને તેમાંથી ઘણાંને પાકિસ્તાન પરત જવા કહેવામાં આવ્યું છે. સઉદી અરબ બાદ અન્ય ત્રણ મુસ્લિમ દેશ કતર, યુએઈ અને બહેરીને પણ આવો આદેશ આપ્યો છે. આમ પાકિસ્તાનના ડૉક્ટર્સની ડિગ્રીઓ હવે ખાડી દેશોમાં ચાલી શકશે નહીં.

READ  પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય પોતાનો જીવ બચાવીને પહોંચ્યા ભારત, માંગ્યો રાજકીય આશ્રય

શા માટે લેવાયો આ પ્રકારનો નિર્ણય?
આ બાબતે ખુલાસો કરતાં સઉદી અરબ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનના એમ.એસ(માસ્ટર્સ ઓફ સર્જરી) અને એમ.ડી(ડૉક્ટર્સ ઓફ મેડિસીન) પ્રોગ્રામમાં વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ આપવામાં આવતી નથી કે સામેલ પણ કરવામાં આવી નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સૈયદ પર આરોપ નક્કી, આતંકીઓને કર્યું હતું ફંડિગ

 

આવી ટ્રેનિંગ મોટા પદ પર નિયુક્ત કરેલાં મેડિકલ પ્રોફેશનલ માટે જરુરી છે. સઉદી અરબે પાકિસ્તાની ડૉક્ટર્સને ટર્મિનેશન લેટર પણ આપી દીધો છે. તેમના આવેદનો પણ રદ કરી દેવાયા છે કારણ કે નિયમ મુજબ હવે પાકિસ્તાનની મેડિકલ ડિગ્રી સ્વીકાર્ય નથી.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments