ઇમરાન ખાન ભલે યુદ્ધની ડંફાસ મારી રહ્યો હોય પણ તેમના દેશની મહિલાઓ જ તેમની સાથે નથી

14 ફેબ્રુઆરી જમ્મુ કાશ્મીરમાં CRPFના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો. જેના કારણે પાકિસ્તાન પર ઘણાં પ્રકારના આરોપ લાગી રહ્યા છે. આ તમામ નફરત વચ્ચે પાકિસ્તાનની મહિલાઓ સામે આવી રહી છે અને તેમને સોશ્યિલ મીડિયા પર #AntiHateChallenge શરૂ કર્યું છે. જેના પર મોટી સંખ્યામાં લોકો આંતકવાદ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.

પાકિસ્તાની પત્રકાર સેહિર મિર્ઝાએ સોશ્યિલ મીડિયા પર લખ્યું છે કે, હું દેશભક્તિ માટે માનવાતની હરાજી નહીં કરીશું. જે સાથે જ એક ફોટો પોસ્ટ કર્યો છે તેમાં લખ્યું છે, હું પુલવામાં આતંકી હુમલાની નિંદા કરું છું.

‘અમન કી આશા’ નામના ગ્રુપ પર #AntiHateChallenge સાથે આશરે 1500 થી વધુ પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. બોલીવુડ અભિનેત્ર સ્વરા ભાસ્કારે પણ એક ઘણાં ફોટો શેર કર્યા છે જેમાં પાકિસ્તાનની મહિલાઓ હાથમાં પોસ્ટર લઈને ઉભા રહેલાં જોવા મળે છે. જેમાં લખ્યું છે કે, હું પાકિસ્તાની છું અને પુલાવામાં આતંકી હુમલાની નિંદા કરું છું.

પાકિસ્તાનની ઘણી મહિલાઓ માટે ઘણાં સોશ્યિલ મીડિયા પર #AntiHateChallenge ના નામે પોસ્ટ કરી રહ્યા છે. જેમાં એવું પણ કહી રહ્યા છે કે દેશમાં હજી પણ માનવતાં જીવીત છે.

જ્યારે એક યુઝરે સીધો સવાલ ઉઠાવ્યો છે અને લખ્યું છે કે, પાકિસ્તાની ભાઈ-બહેનો જો વડાપ્રધાનને નવા પાકિસ્તાન પર વિશ્વાસ છે તે હાફિઝ સઇદ હજી પણ જાહેરમાં કેમ ફરી રહ્યો છે. જ્યારે તેને આતંરરાષ્ટ્રીય સ્તર પર આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યો છે.

અન્ય એક યુઝરે લખ્યું છેકે, આ પ્રકારની ટીકા કામ ન કરશે. જો ખરેખર લોકો ચિંતિત છે તો તેમણે પત્રકારોએ પાકિસ્તાનની ટીકા કરવી જોઇએ. તેમજ સરકાર પર દબાણ બનાવું જોઇએ.

[yop_poll id=1637]

Maharashtra CM Devendra Fadnavis to expand cabinet, Shiv Sena rejects the post of Deputy CM |Tv9News

FB Comments

TV9 Web Desk6

Read Previous

સાબરકાંઠા જીલ્લામાં સ્વાઇન ફ્લુએ ઉંચક્યુ માથુ, 70થી વધુ દર્દીઓ ભરડામાં

Read Next

સુરતમાં ત્રણ વર્ષ પહેલાં જ સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ હતી તો પણ પ્રવેશ આપીને વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં મૂક્યું

WhatsApp પર સમાચાર