પાકિસ્તાન છે કે સુધરવાનું નામ નથી લઇ રહ્યું, ભારતની બહાર લંડનમાં ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકો પાસે કરાવ્યો હુમલો

પુલવામાં આતંકી હુમલા બાદ સમગ્ર દુનિયામાં પાકિસ્તાનનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં શનિવારે લંડનમાં ભારતીય પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યું હતું. જે દરમિયાન દૂતાવાસની બહાર ઊભેલા ભારતીયો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો. આ દરમિયાન તેમની સાથે માર પણ કરાઈ.

આ પણ વાંચો : FATF માં બ્લેક લિસ્ટ થવાથી જ ડરવા લાગ્યું પાકિસ્તાન, હવે તો ભારતને હટાવવાની જ કરી માંગણી

ખાલિસ્તાન સમર્થકોએ આ હુમલો પુલવામા આતંકી હુમલો અને બાલાકોટમાં કરાયેલી ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઉઠી રહેલા સવાલો પર બદલાની ભાવનાથી કરાયો હોવાનો આરોપ છે.

આ સાથે જ હુમલો કરનારા ખાલિસ્તાની સમર્થકોને પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી (ISI)નું પણ સમર્થન મળતું હોવાની વાત સામે આવી છે. તેમણે  શનિવાર સાંજે ભારતીય દૂતવાસની બહાર થયેલા આ હુમલા દરમિયાન ભારતીયો સાથે મારપીટ કરાઈ.

READ  ભારતીય રેલવે હવે એન્જિનના માધ્યમથી કરશે કમાણી, આ છે નવો પ્લાન

આ સાથે જ ભારત વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાનનો ઝંડો પણ હતો. જ્યારે આ હુમલો કરાયો ત્યારે ભારતીય દૂતાવાસની બહાર લોકો પોતાની એપોઈન્ટમેન્ટની રાહ જોઈ રહ્યાં હતાં.

Top News Stories From Ahmedabad: 21/1/2020| TV9News

FB Comments