પાકિસ્તાનમાં 10 કરોડ મહિલાઓ હોવા છતાં નથી મળી રહી એક પાકિસ્તાની છોકરાને તેના સપનાની રાણી

પાકિસ્તાનના 23 વર્ષના ઝિયા રાશિદની ઊંચાઈ સૌથી વધુ છે. તેની ઊંચાઈ 8 ફુટ છે. તે પાકિસ્તાની લોકોમાં ઘણો લોકપ્રિય છે.

ઘણી વાર લોકો તેની સાથે ફોટા પડાવવા માટે આવે છે. રાશિદની ઊંચાઈ હવે તેના માટે જીવનસાથી શોધવામાં નડતર રૂપ સાબિત થઈ રહી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુલ્તાનમાં રહેતો રાશિદ સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પુરૂષના વિશ્વ રેર્કોડ કરતા તેની ઊંચાઈ ત્રણ ઈંચ ઓછી છે.

હું અત્યાર સુધી મારી જીવનસાથી નથી શોધી શકયો. તેના સિવાય મારો પરિવાર મારા માટે જીવનસાથી શોધવા માટે સંઘર્ષ કર્યા છે. ઘણાં પરિવારે પ્રસ્તાવ મુકયો પણ કોઈએ માારા પર પસંદગી ઉતારી નહિં. રાશિદે કહ્યું કે અત્યારે મેં લગ્ન કરવાનો વિચાર છોડી દીધો છે. તેના વિશે વિચારવાનું બંધ કરી દીધું છે.

જીવનસાથી સિવાય રાશિદને તૈયાર કપડાં પણ થતાં નથી. અને તેને માપ પ્રમાણે કપડાં સિવડાવવા પડે છે. જયારે તેના બુટ અને ચંપલ કરાંચીથી લાવવામાં આવે છે. મારા માટે સૌથી મોટી સમસ્યા એ છે કે હું સરકારી બસોમાં પ્રવાસ પણ નથી કરી શકતો અને બસોની સીટોમાં બેસી પણ નથી શકતો.

READ  પાકિસ્તાનની બેંક્સ જ ઈમરાન ખાન અને પાક. સરકારથી છે નારાજ, કહ્યું 'સુધરી જાઓ નહીંતર થઈ જઈશું કંગાળ'

રાશિદ 10 વર્ષની ઉંમર સુધી સામાન્ય બાળકો જેવો જ હતો. તેને કહ્યું કે 10 વર્ષ પછી અચાનક મારી ઊંચાઈ વધવા લાગી. મારું આખું શરીર કમજોર થઈ ગયું. ડોકટરે કહ્યું કે કેલ્શિયમના કારણે કમજોરી આવી હતી. મને કેલ્શિયમ યુકત ભોજન કરવની સલાહ આપી. પણ 1 વર્ષની અંદર જ અમારા પરિવારમાં સૌથી વધુ ઊંચાઈ વાળો વ્યકિતી હું બની ગયો.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથન: અરવિંદ સાવંતનો પ્રહાર ભાજપે ફોર્મ્યુલાનું પાલન ન કરી દગો દીધો

રાશિદની ઊંચાઈના કારણે તેને દુબઈ અને સાઉદી અરબમાંથી ઘણાં કાર્યક્રમોમાં આમંત્રણ મળ્યું છે. બધી જ અડચણો પછી પણ રાશીદ બીજાથી અલગ હોવાથી તે તેની ઊંચાઈ પર ગર્વ કરે છે. મારી ઊંચાઈના કારણે લોકો મારી પાસે આવે છે અને મારી સાથે ફોટો પડાવે છે.  તેનાથી મને બહુ ખુશી થાય છે.

[yop_poll id=866]

READ  VIDEO: અમદાવાદમાં આક્રોશમાં આવીને યુવકે પોતાના મિત્રની જ કરી નાખી કરપીણ હત્યા
Oops, something went wrong.
FB Comments