પાલનપુરમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સ્ટંટ દરમિયાન સર્જાઈ દુર્ઘટના, બાળકોની ભીડમાં ઘુસી ગયું બાઇક : Videoમાં જુઓ પછી શું થયું ?

ગુજરાત સરકાર દ્રારા 70માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પાલનપુર મુકામે યોજવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના એક મહિલા પોલીસકર્મી પોતાની બાઈક પર રાણી લક્ષ્મીબાઈના કરતબો બતાવી રહ્યા હતા.

પાલનપુરમાં પ્રજાસત્તાક દિવસ સમારંભમાં સ્ટંટ કરતી મહિલા પોલીસ કર્મચારીઓ
પાલનપુરમાં પ્રજાસત્તાક દિવસ સમારંભમાં સ્ટંટ કરતી મહિલા પોલીસ કર્મચારીઓ

ખુલ્લા હાથે બાઈક ચલાવીને પરેડમાં રાણી લક્ષ્મીબાઈના કરતબો બતાવી રહેલાં મહિલા પોલીસ કર્મચારીએ પોતાના બાઈકનો કાબુ ગુમાવી દીધો હતો. બાઈક પરનો કાબુ ગુમાવવાથી તેઓ તરત જ નીચે ગબડી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

READ  વડોદરામાં ટ્રાફિક પોલીસે એક વ્યક્તિને પકડ્યા બાદ હંગામો થઈ ગયો, જુઓ વાઈરલ VIDEO

મહિલા પોલીસ જે બાઈક પર પોતાના કરતબો બતાવી રહ્યા હતા તે કાબૂ ગુમાવી દેવાથી સામે બેઠેલાં બાળકો પર ફરી વળ્યું હતું. આમ ત્યાં શ્રોતા તરીકે આવેલાં 5 બાળકોને પણ ગંભીર ઈજા પહોંચી છે.

હાલમાં મહિલા પોલીસ અને 5 બાળકો પાલનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી પુરી થયાં બાદ મુખ્યમંત્રી વિજ્ય રુપાણી તરત જ પાલનપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકો તેમજ મહિલા પોલીસને મળ્યા હતાં. તેમની સાથે અન્ય અધિકારીઓ પણ પાલનપુર સરકારી હોસ્પિટલમાં દૌડી ગયા હતાં.

READ  ચીનમાં કોરોના નામનો ભયંકર વાયરસ ફેલાયો, અત્યાર સુધી 132 લોકોના મોત

જુઓ વીડિયો : 

[yop_poll id=826]

Oops, something went wrong.
FB Comments