પ્રવાસે ગયેલી ગુજરાતની વધુ એક સ્કૂલ બસનો અકસ્માત, 1નું મોત, 24 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

ગોધરાના પરવડી ગામ પાસે પ્રવાસે ગયેલી સ્કૂલ બસનો ગંભીર અકસ્માત થયો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો છે જે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પ્રવાસે ગઈ હતી.

જુઓ વીડિયો :

ત્યારે પરત ફરતી વખતે પરવડી ગામ પાસે ટર્ન આવતા ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જેમાં કંડક્ટકરે જીવ બચાવવા ચાલુ બસમાંથી કૂદતા તેનું મોત થયું છે. બસનો ડ્રાઈવર હાલ ફરાર છે. આ અકસ્માતમાં કુલ 24 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમાંથી 4 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

તો બીજી બાજુ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓની બસને નડેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે દુર્ઘટનામાં જવાબદાર કારણોની તપાસ કરીને આગળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

જુઓ વીડિયો :

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

"Abki Baar, Chham Chham BJP Sarkaar" mocks Congress MLA Chhagan Bhujbal- Tv9

FB Comments

Hits: 4811

Comments are closed, but trackbacks and pingbacks are open.