અમદાવાદના પાંજરાપોળ પાસે BRTSની ટક્કરે બે ભાઈના મોતની ઘટનામાં આરોપી ડ્રાઈવર માટે અન્ય કર્મચારીની હડતાળ

Panjarapol BRTS bus accident case : Travel Time Company drivers protest arrest of colleague, Ah'd

અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર BRTSની ટક્કરે બે ભાઈના મોતની ઘટનામાં બસ ડ્રાઈવરની ધરપકડ કરાઈ હતી. જેના બચાવમાં કેટલાક સહ-કર્મચારી રસ્તા પર ઉતર્યા છે. BRTSના 40 જેટલા ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરો ટ્રાવેલ ટાઈમ કંપનીના છે. આરોપી ડ્રાઈવરને સેન્ટ્રલ જેલમાં મોકલાતા તેમણે વિરોધ દર્શાવ્યો છે અને હડતાળ પર ઉતરી ગયા છે. ડ્રાઇવરોની આ હડતાળને કારણે એલડી કોલેજથી ઝુંડાલ રૂટ અને ઝુંડાલથી નારોલના રૂટ પર સેવાને અસર થઇ છે. પીક અવર્સમાં જ ડ્રાયવરોની અચાનક હડતાળને અને મુસાફરો રઝળી પડ્યા હતા. ઓફિસથી છૂટીને બીઆરટીએસમાં બેસીને પોતાને ઘરે જતા અનેક લોકોને લાલ બસ કે રિક્ષાનો સહારો લઇને પોતાને ઘરે પહોંચવું પડ્યું હતું.

READ  અમદાવાદમાં કોરોનાની અસર, AMTSમાં 55 હજાર અને BRTSમાં 25 હજાર મુસાફરો ઘટ્યા

આ પણ વાંચોઃ મહેસાણા કડી તાલુકાના મેરડા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments