મહારાષ્ટ્રમાં મહાશક્તિ પ્રદર્શન: WE ARE-162 નામથી શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

મહારાષ્ટ્રમાં એક-એક ઘડીએ રાજનીતિના નવા-નવા દાવ સામે આવી રહ્યા છે. જ્યાં એક તરફ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ખેડૂતો માટે નિર્ણય કરી રહ્યા છે. ત્યારે શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યો એક સાથે હોટલ હયાત પહોંચી રહ્યા છે. આ ત્રણેય વિપક્ષી પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે માટે અસ્તિત્વનો સવાલ હોય તે પ્રમાણે તમામ હલચલ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતા મલ્લીકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, આદિત્ય ઠાકરે, સંજય રાઉત સહિત ત્રણેય પાર્ટીના 162 ધારાસભ્યો હાજર છે. આ મહાશક્તિ પ્રદર્શનનું નામ WE ARE-162 આપવામાં આવ્યું છે.

READ  જાણો રણવીર સિંહ માટે દીપિકા પાદુકોણ જાતે કઈ વાનગી બનાવે છે

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં પરેડ

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ધારાસભ્યોની હોટલ હયાતમાં શક્તિ પ્રદર્શન#Tv9News #Tv9live #Maharashtra

TV9 Gujarati यांनी वर पोस्ट केले सोमवार, २५ नोव्हेंबर, २०१९

 

FB Comments