ગુજરાતમાં કોંગ્રેસની હારની જવાબદારી પરેશ ધાનાણીએ સ્વીકારી અને પોતાના રાજીનામાનો પ્રસ્તાવ રજૂ કર્યો

ગુજરાતમાં કોંગ્રેસ એક પણ બેઠક પર જીત મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના વિરોધ પક્ષના નેતા તરીકેના પદ પરથી રાજીનામા માટેની ગુજરાત કોંગ્રેસમાં પ્રસ્તાવ રાખ્યો છે. મહત્વનું છે કે ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2017 બાદ ધાનાણીને વિરોધ પક્ષના નેતાનું સ્થાન પ્રાપ્ત થયું હતું. સાથે આ લોકસભાની ચૂંટણીમાં ખુદ પરેશ ધાનાણી પણ અમરેલી બેઠક પરથી ભાજપના નેતા નારણ કાછડીયા સામે ઉભા રહ્યા હતા. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની હાર બાદ તેમણે આ પ્રસ્તાવ રાખ્યો છે.

 

READ  VIDEO: વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નવા નિયમોને લઈ સરકાર પર કર્યા આકરા પ્રહાર

મહત્વનું છે કે રાહુલ ગાંધીએ પણ લોકસભાના પરિણામો બાદ કોંગ્રેસની હારની જવાબદારી પોતાના માથે લીધી હતી. અને તેમણે પણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની વાત કહી હતી.

People throng RTO office following amended Motor Vehicles Act, Vadodara | Tv9GujaratiNews

FB Comments